ઉત્તર પ્રદેશના બાંદામાં વિસ્તારની એક અજીબ અને દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં એક બીડીના કારણે પતિ-પત્નીના સંબંધોમાં કાયમ માટે આગ લાગી ગઈ હતી. પતિની બીડી પિવાની આદતે બંનેની જિંદગી બરબાદ થઈ ગઈ.
બીડીની દૂર્ગંધથી પત્ની રહેતી હતી પરેશાન
પતિ દ્વારા બીડી પીધા બાદ તેના મોઢામાંથી આવતી દુર્ગંધ આવતી હતી જેનાથી તેની પત્ની હંમેશા પરેશાન રહેતી હતી, પત્નીએ પોતાના પતિને અનેક વખત બીડી પીવાની ના પાડી હતી. પરંતુ નશાની લતને કારણે પતિ કોઈની વાત માનતો ન હતો. જેને પગલે પત્નીએ પોતાની જાતને પતિથી દૂર કરી નાંખી. જેને પગલે પત્નીના વિયોગમાં દુઃખી પતિએ એવું ભયજનક પગલું ભર્યું કે આખા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો.
પત્નીની નારાજગીથી પતિએ ભર્યું આવું પગલું
ઘટના કોતવાલી વિસ્તારનો છે, જ્યાં માળિયા નાકામાં રહેતા 25 વર્ષીય આનંદના લગ્નને હજુ તો એક જ વર્ષ થયું હતું એવામાં આનંદે ઘરમાં રહેલા પંખાથી લટકીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આનંદ લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતા યુવકનો પરિવારજનો ચિંતાતુર થઈ ગયા અને પરિવારે યુવકનો જોવા ગયા તો યુવક ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.
પતિ-પત્ની અલગ-અલગ રૂમમાં સૂતા હતા
આ મામલે મૃતકના નાના ભાઈ અંકિતે જણાવ્યું કે, મારો મોટો ભાઈ આનંદ કડિયાકામ કરતો હતો, તેના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. તેને બીડી પીવાનું વ્યસન હતું, ભાભીને બીડીની દૂર્ગંધ ગમતી ન નહોતી, ભાભીએ ભાઈને બીડી પીવાની મનાઈ કરતી હતી. તેણીએ ભાઈને ઘણી વખત અટકાવ્યો, પરંતુ તેના વ્યસનની લતને કારણે તે કોઈની વાત સાંભળતો જ નહીં. આ બાબતે બંને વચ્ચે બબાલ પણ થતી હતી. જો કે, બંને અલગ-અલગ રૂમમાં સુતા હતા, ભાભી ભાઈથી સતત અંતર જાળવી રાખતા હતા જેથી કરીને તેઓ બીડી પીવાનું બંધ કરી દે. પણ આ બધાને કારણે ભાઈ માનસિક તણાવમાં આવી ગયો અને તેણે આ ભયંકર પગલું ભર્યું હતું. હાલ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ મામલે કોતવાલી નગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી SHO પંકજ કુમાર સિંહે જણાવ્યું કે, મધિયા નાકાના વિસ્તારનો રહેવાસી આનંદ નામના યુવકે આત્મહત્યા કરી લીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી આપ્યો છે. પરિવારજનો દ્વારા આપેલી માહિતી મુજબ યુવકને નશાની લત હોવાથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






