Home Utilities You Can Straighten Your Hair At Home With Just A Bowl Of Rice Here Is How D06ec2bb Aec4 477d Bbe3 1565145f5838 44876787 792e 4857 8b24 0a23341598ce

એક પેકથી વાળ થશે સ્ટ્રેઈટ : એક વાટકી ચોખાથી તમે ઘરે બેઠા સ્ટ્રેઈટ કરી શકો છો વાળ, આ રહી રીત

એક પેકથી વાળ થશે સ્ટ્રેઈટ
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 04:03 PM IST

દરેક મહિલા ઈચ્છે છે કે તેમના લાંબા કાળા વાળ સિલ્કી હોય. પરંતુ ઘણી મહિલાઓના વાળ કર્લી હોય છે. કર્લી વાળી મહિલાઓે સીધા વાળ પસંદ હોય છે. આ માટે મહિલાઓ પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ પાર્લરમાં વપરાયેલી કેમિકલ વાળી પ્રોડક્ટ્સ તમારા વાળ પર ખરાબ અસર પણ કરે છે. એટલે આજે અમે તમને ઘરે બેઠા વાળ સીધા કરવાની નેચરલ રીત જણાવીશું. આ માટે તમને માત્ર એક વાટકી ચોખાની જરૂર પડશે.

ચોખાના પેક માટે સામગ્રી

ચોખા - જરૂરિયાત મુજબ
નારિયેળ તેલ - 3-4 ચમચી
મુલ્તાની માટી - 2 ચમચી
ગ્લિસરીન - 1/2 ચમચી
એલોવેરા જેલ - 1-2 ચમચી

આ રીતે બનાવો

- એક વાટકી પાણીમાં ચોખા આખી રાત પલાળી રાખો. સવારે આ ચોખા મિક્સરમાં વાટી નાખો
- હવે તેને અલગ કરી પાણી વાટકામાં કાઢો.
- ચોખાના પાણીને લોખંડની કઢાઈમાં ગરમ કરો. જ્યારે પાણી જાડું થઈને ક્રીમી બની જાય તો ગેસ બંધ કરી દો.
- ચોખાની ક્રીમ ઠંડી થવા દો. હવે તેમાં નારિયેળ તેલ, 2 ચમચી મુલ્તાની માટી, ગ્લિસરીન અને એલોવેરા જેલ મિક્સ કરો.

આ રીતે લગાવો

- પહેલા વાળને બરાબર ખુલ્લા કરો
- હવે માથાની ચામડી પર આ પેક મહેંદીની જેમ લગાવો.
- ધીરે ધીરે વાળને હાથથી સીધા કરો. વાળને બિલકુલ વાળો નહીં.
- હવે તેમને પેકથી વાળને કવર કરી દો.
- એક કલાક માટે વાળ પર આ પેક લગાવેલું રાખો. બાદમાં માઈલ્ડ શેમ્પુથી વાળ ધોઈને કુદરતી રીતે સુકાવા દો
- તમે અઠવાડિયામાં 2-3 વાર આ પેક લગાવી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now