Home International You Are Tech Power We Are Talent Power House Lets Lead The World Pm Modi

તમે 'ટેક પાવર' હાઉસ અને અમે 'ટેલેન્ટ પાવર' હાઉસ : આપણે સાથે મળીને વિશ્વનું નેતૃત્વ કરીશું... PM મોદીનું સંબોધન

તમે 'ટેક પાવર' હાઉસ અને અમે 'ટેલેન્ટ પાવર' હાઉસ
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 07:00 AM IST

PM Modi Japan Visit: જાપાનની બે દિવસીય પ્રવાસ પર ગયેલા PM નરેન્દ્ર મોદીએ જાપાન સાથે પાર્ટનરશીપમાં કામ કરવા માટે આહ્વાન કરતાં કહ્યું કે, જ્યાં જાપાન 'ટેક પાવર' હાઉસ છે ત્યારે ભારત 'ટેલેન્ટ પાવર' હાઉસ છે. તેમણે કહ્યું કે બંને દેશ મળીને ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રોમાં આખા વિશ્વનું નેતૃત્વ કરી શકી છીએ. સાથે જ PM મોદીએ જાપાની મેન્યુફેક્ચરર્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને 'મેક ઇન ઈન્ડિયા' હેઠળ સમગ્ર વિશ્વ માટે નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, 'મેક ઇન ઈન્ડિયા ઓફ હોલ વર્લ્ડ.' તેમણે કહ્યું કે આજે ટેકનોલોજી અને ટેલેન્ટ જ વિશ્વનું નેતૃત્વ કરી શકે છે.

ટોક્યોમાં ભારત-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધતા PM મોદીએ કહ્યું કે જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા મળીને આ સદીની ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. આ સાથે, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ઇવનેસ્ટ માટે સૌથી આશાસ્પદ સ્થળ છે. 80 ટકા કંપનીઓ ભારતમાં વિસ્તાર કરવા માંગે છે અને 75 ટકા કંપનીઓ પહેલાથી જ નફામાં છે. આનો અર્થ એ છે કે ભારતમાં મૂડી માત્ર વધતી જ નથી પણ અનેકગણી વધે છે.

તેમણે કહ્યું, "જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. મેટ્રોથી ઉત્પાદન સુધી, સેમિકન્ડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી, આપણી ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક રહી છે." PM મોદીએ કહ્યું કે જાપાની કંપનીઓએ ભારતમાં $40 બિલિયનથી વધુનું ઇન્વેસ્ટ કર્યું છે. PM મોદીએ કહ્યું, ભારતે AI, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક અને અવકાશના ક્ષેત્રમાં બોલ્ડ અને મહત્વાકાંક્ષી પહેલ કરી છે.

પ્રધાનમંત્રી મોદીએ અગાઉ કહ્યું હતું કે, "આજે ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા, પારદર્શિતા અને નીતિઓમાં આગાહી કરવાની ક્ષમતા છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. અને ખૂબ જ ટૂંક સમયમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે." પ્રધાનમંત્રીએ કહ્યું કે સુધારા, કામગીરી અને પરિવર્તન એ આપણી વિચારસરણી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!