Home Entertainment Yo Yo Honey Singh Reveals Wearing Wig Due To Bipolar Disorder Treatment

દવાઓની આડઅસરથી હની સિંહને ટાલ પડી : બાયપોલર ડિસઓર્ડર અને ડ્રગ્સની આદત સામે રેપરનો ચોંકાવનારો ખુલાસો

Honey Singh was saved from the side effects of medicines
Published by: Vaishnavi Pathak
Last Updated: May 28, 2026, 04:13 AM IST

બાયપોલર ડિસઓર્ડર અને ડ્રગ્સની આદત છોડ્યા પછી 7 વર્ષ સુધી ઘરમાં જ પુરાઈ રહ્યા હતા; મુશ્કેલ દિવસો વિશે રેપરનો ચોંકાવનારો ખુલાસો

જાણીતા ભારતીય રેપર અને સિંગર યો યો હની સિંહે તેના સ્વાસ્થ્ય અને અંગત જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે સ્વીકાર્યું કે માનસિક બીમારી બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) અને ડ્રગ્સના વ્યસનમાંથી બહાર આવવા માટે લીધેલી ભારે દવાઓની આડઅસરના કારણે તેને ટાલ પડી ગઈ છે અને તે અત્યારે માથા પર વિગ (Wig) પહેરે છે.

દવાઓના કારણે વજન 105 કિલો થયું અને વાળ ખરી પડ્યા

દિલ્હીમાં જન્મેલા 43 વર્ષીય હૃદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહે તાજેતરમાં એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, લાંબા સમય સુધી ચાલેલી ભારે સારવારના કારણે એક સમયે તેનું વજન વધીને 105 કિલો થઈ ગયું હતું. દવાઓ ખૂબ હેવી હોવાના કારણે તેના માથાના બધા જ અસલી વાળ ખરી પડ્યા હતા. હની સિંહે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે હાલ તેના માથા પર જે વાળ દેખાય છે તે અસલી નથી પણ તે વિગનો ઉપયોગ કરે છે. વર્ષ 2014 માં ડ્રગ્સ છોડ્યા પછી પણ સાજા થવાની આ સફર ઘણી પીડાદાયક રહી હતી.

'મને એમ થતું કે હું મરી ગયો છું અને સ્વર્ગ-નર્કમાં ફસાયો છું'

વર્ષ 2018 અને 2019 ના ભયાનક દિવસોને યાદ કરતા હની સિંહે કહ્યું કે, તેને સતત એવા ભ્રમ (Hallucinations) થતા હતા કે પોતે જીવતો નથી અને સ્વર્ગ તથા નર્કની વચ્ચે ક્યાંક અટવાઈ ગયો છે. તેની માતા જ્યારે તેને જમવાનું આપતી, ત્યારે તેને એમ લાગતું કે આ તેનું છેલ્લું ભોજન છે. સતત 7 વર્ષ સુધી એક જ દવા લેવા છતાં કોઈ સુધારો ન થતાં તેણે ડૉક્ટર બદલ્યા હતા, જેમના નવા કોર્સ પછી માત્ર 4 અઠવાડિયામાં તેની સ્થિતિ સુધરવા લાગી હતી.

શાહરુખ ખાનની અમેરિકા ટૂર દરમિયાન પહેલીવાર એટેક આવ્યો

હની સિંહે જણાવ્યું કે જ્યારે તે કરિયરના સાતમા આસમાને હતો ત્યારે આ બીમારીની શરૂઆત થઈ હતી. શાહરુખ ખાન સાથે અમેરિકાના શિકાગોમાં ટૂર દરમિયાન તેને પહેલીવાર આવા નકારાત્મક વિચારો આવ્યા હતા. ગભરામણ એટલી વધી ગઈ હતી કે ડરના માર્યા તેણે અડધું માથું મુંડાવી દીધું હતું અને શોના સંચાલકોએ તેને ટોપી પહેરીને સ્ટેજ પર જવાની સલાહ આપી હતી. એ સમયે તે ગભરામણના કારણે માત્ર 2 ગીતો ગાઈને શો અધવચ્ચે છોડીને જતો રહ્યો હતો.

ડરના કારણે 3 વર્ષ સુધી બેડરૂમની બહાર ન નીકળ્યા

અમેરિકાથી પાછા આવ્યા બાદ હની સિંહ ચાહકોની નજરોથી દૂર થવા માટે લગભગ 7 વર્ષ સુધી ઘરમાં જ પુરાઈ રહ્યો હતો. તેમાંથી 3 વર્ષ તો તેણે માત્ર પોતાના બેડરૂમમાં જ વિતાવ્યા હતા. તેનો ડર એટલો વધારે હતો કે તે નહાતી વખતે પણ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખતો હતો. તેણે ટીવી, ઇન્ટરનેટ અને મિત્રો સાથે ફોન પર વાત કરવાનું પણ સંપૂર્ણ બંધ કરી દીધું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now