"યે રિશ્તા ક્યા કહેલાતા હૈ" શો થી લોકપ્રિયતા મેળવનાર આશિષ કપૂર પર ઓગસ્ટમાં એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં એક ઘરની પાર્ટી દરમિયાન તેણે બાથરૂમમાં તેની સાથે બળજબરી કરી હતી.
ત્યારબાદ પોલીસે આશિષની શોધ શરૂ કરી અને પુણેમાં તેની ધરપકડ કરી. આશિષ કપૂરને બે દિવસ પહેલા કોર્ટે જામીન આપ્યા હતા અને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જામીન મળ્યા બાદ આશિષ કપૂરે હવે આ મામલે પોતાની રીએક્શન આપ્યું છે.
આશિષ કપૂરે આભાર વ્યક્ત કર્યો
અભિનેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમને કાયદામાં સંપૂર્ણ વિશ્વાસ છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા આશિષે લખ્યું , " તાજેતરની ઘટનાઓ પછી, હું ઊંડી રાહત અને આભારથી ભરાઈ ગયો છું. આ એક એવો અનુભવ છે જે મને આપણા લોકશાહીની મજબૂતાઈ અને આપણા બંધારણના સિદ્ધાંતોની યાદ અપાવે છે."સત્ય હંમેશા જીતે છે
મને ન્યાય વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે. આ પરિણામથી મારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. દરેકની મહેનતથી ખાતરી થઈ કે ન્યાય મળે અને સત્ય બહાર આવે. ' અભિનેતાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું , ' આ એ વાતનો પુરાવો છે કે સત્યનો હંમેશા વિજય થાય છે.'
આ મુશ્કેલ સમયમાં મને સપોર્ટ કરનાર દરેકનો હું આભાર માનવા માંગુ છું. હું દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ કરતી વ્યવસ્થા પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કરું છું. " આશિષ કપૂરને જામીન આપતી વખતે, કોર્ટે શરત મૂકી હતી કે તે પોતાનો ફોન અને લોકેશન હંમેશા ચાલુ રાખે."