logo-img
Teja Sajja Movie Breaks His Previous Movie

સાઉથની ફિલ્મ 'Mirai' નું બમ્પર ઓપનિંગ! : પહેલા જ દિવસે નેશનલ એવોર્ડ મેળવેલ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો

સાઉથની ફિલ્મ 'Mirai' નું બમ્પર ઓપનિંગ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 12, 2025, 12:42 PM IST

ગત વર્ષે, સાઉથ અભિનેતા તેજા સજ્જા ઓછા બજેટની પણ બ્લોકબસ્ટર ફિલ્મ 'હનુમાન' લઈને આવ્યો હતો. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ સુપરનેચરલ ફિલ્મ પછી, તે 12 સપ્ટેમ્બરે વધુ એક સુપરનેચરલ ફિલ્મ 'Mirai' લઈને થિએટર્સમાં આવ્યો છે.

આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ છે જ્યારે મલયાલમની સુપરહિટ સુપરહીરો ફિલ્મ 'લોકા ચેપ્ટર 1 ચંદ્રા' અને વિદ્યુત જામવાલની 'મદ્રાસી' તેમજ 'બાગી 4' થિએટરોમાં રિલીઝ થઈ રહી છે. તેમ છતાં, ફિલ્મે બમ્પર ઓપનિંગ કર્યું અને આજની કમાણીમાં તેણે વર્તમાન તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી.

'Mirai'નું બોક્સ ઓફિસ કલેક્શન

  • કાર્તિક ઘટ્ટામનેની દ્વારા લખાયેલી અને ડેરેક્ટેડ આ તેલુગુ ફિલ્મે શરૂઆતના દિવસે સાંજે 5:10 વાગ્યા સુધીમાં 6.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે. Scnic પર ઉપલબ્ધ આ ડેટા હાલમાં અંતિમ નથી. તેમાં ફેરફાર થઈ શકે છે.

  • 'Mirai' એ ઓપનિંગ ડે પર જ 'હનુમાન'નો રેકોર્ડ તોડ્યો

  • તેજા સજ્જાદની 2024 ની ફિલ્મ 'હનુમાન' એ 71 મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં AVGC ( એનિમેશન , વિઝ્યુઅલ ઇફેક્ટ્સ , ગેમિંગ અને કોમિક્સ ) કેટેગરીમાં બેસ્ટ એક્શન કોરિયોગ્રાફી અને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો .

  • મીડીયા અનુસાર, આ ફિલ્મ માત્ર 40 કરોડમાં બની હતી અને સેક્નિલ્ક અનુસાર, તેણે ભારતમાં 201.63 કરોડની કમાણી કરી હતી અને બ્લોકબસ્ટરનું ખિતાબ મેળવ્યું હતું. પરંતુ હવે આ ફિલ્મને શરૂઆતના દિવસે 'Mirai'એ પાછળ છોડી દીધી છે.

  • સેક્નિલ્ક અનુસાર, 'હનુમાન' એ શરૂઆતના દિવસે 4.15 કરોડ રૂપિયાસ ની કમાણી કરી હતી. એટલે કે તેજા સજ્જાદની નવી ફિલ્મ 'Mirai' એ ગયા વર્ષની તેમની ફિલ્મ 'હનુમાન'નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Miraiનું બજેટ

અહેવાલો અનુસાર, આ ફિલ્મ 50 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં તેજા સજ્જા, રિતિકા નાયક, જગપતિ બાબુ અને મનોજ મંચુ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now