Home Sports Yashasvi Jaiswals Historic Feat First Indian To Score Test Century On Debut In England Australia

જયસ્વાલની ટેસ્ટમાં યશસ્વી કીર્તિ : ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ધરતી પર પ્રથમ મેંચમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર

જયસ્વાલની ટેસ્ટમાં યશસ્વી કીર્તિ
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2025, 10:31 AM IST

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતના દમદાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક નવો અધ્યાય ઉમેરી દીધો છે. ઇંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લે મેદાન પર ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે જયસ્વાલે પોતાના ટેસ્ટ કરિયરની 5 પાંચમી સદી ફટકારી હતી. જયસ્વાલે 159 બોલમાં 101 રન બનાવ્યા. દરમિયાન તેણે 63.52ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 16 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ સદી સાથે જયસ્વાલે 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અનોખો રેકોર્ડ નોંધાવી દિધો છે.


પ્રથમ મેંચમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર
148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં યશસ્વી જયસ્વાલ વિશ્વનો પહેલો વિઝિટિંગ બેટ્સમેન બન્યો છે, જેણે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની ધરતી પર પોતાના પહેલા જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. જયસ્વાલે ગયા વર્ષે નવેમ્બર 2024માં પર્થ ટેસ્ટમાં 161 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જયસ્વાલની આ ઑસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી જ ટેસ્ટ મેચ હતી. હવે તેણે ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં 101 રનની ઉત્તમ ઇનિંગ રમી છે.સોશિયલ મીડિયા પર પણ યશસ્વી જયસ્વાલની આ સદીની ખૂબ ચર્ચા થઈ રહી છે.


યશસ્વી જયસ્વાલે કુલ 20 ટેસ્ટ મેચમાં 54.26ની એવરેજથી 1899 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 ડબલ સદી સાથે 5 સદી અને 10 ફિફ્ટી પણ ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો બેસ્ટ સ્કોર 214 રન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now