Home Sports Wtc Final Points Table Ind Vs Aus Team India Exit World Test Championship Australia Sydney Test

WTC ફાઈનલની રેસમાંથી ભારત બહાર : ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે મહામુકાબલો

WTC ફાઈનલની રેસમાંથી ભારત બહાર
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2025, 06:26 AM IST

WTC Final Points Table: ટીમ ઈન્ડિયાને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની દાવેદારીથી સંપૂર્ણપણે બહાર થઇ ગયું છે. સિડનીમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાએ WTCની ફાઈનલ મેચમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં તેનો મુકાબલો લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામે થશે. ભારતીય ક્રિકેટ ટીમ સતત ત્રીજી વખત ડબલ્યુટીસી ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી કારણ કે તે રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સિરીઝની છેલ્લી ટેસ્ટ હારી ગઈ છે.

પોઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા નંબર પર યથાવત
આ હાર સાથે પોઈન્ટ ટેબલમાં ભારતની જીતની ટકાવારી 52.77 થી ઘટીને 50 થઈ ગઈ છે. બીજી તરફ કાંગારૂ ટીમે આ સાયકલમાં તેની 11મી જીત હાંસલ કરી છે, જેના કારણે તેની જીતની ટકાવારી 61.45થી વધીને 63.72 થઈ ગઈ છે. આશ્ચર્યજનક રીતે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે સિરીઝમાં 0-3થી શરમજનક હાર સાથે ભારતની સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક માત્ર ત્રણ મહિનામાં જ સમાપ્ત થઈ ગઈ.



સરળ ન હતી ભારતની સફળ
ભારત માટે 2025 WTC ફાઇનલમાં પહોંચવાની સફળ સરળ ન હતી. કારણ કે ભારતને સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ જીતવાની સાથે-સાથે 27 જાન્યુઆરીથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ સિરીઝમાં પણ કાંગારૂઓને ક્લીન સ્વીપ કરવા માટે શ્રીલંકા પર પણ નિર્ભર રહેવાનું હતું.

દક્ષિણ આફ્રિકા પહેલાથી જ થઈ ચૂક્યું છે ક્વોલિફાય
WTC ફાઈનલ 2025માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા આમને સામને જોવા મળશે. દક્ષિણ આફ્રિકા ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા વર્તમાન ડબલ્યુટીસી સાયકલમાં બે મેચ બાકી રહ્યા છે ત્યા જ ફાઇનલમાં પહોંચી ગયું છે. તે અત્યારે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now