Home Sports Wpl 2026 Mega Auction Deepti Sharma Sold For Rs 32 Crore

WPL 2026 Mega Auction; Deepti Sharma 3.2 કરોડ રૂપિયામાં સોલ્ડ થઈ! : ઓસ્ટ્રેલિયન દિગ્ગજ Meg Lanning પણ UP વોરિયર્સ તરફથી રમશે\

WPL 2026 Mega Auction; Deepti Sharma 3.2 કરોડ રૂપિયામાં સોલ્ડ થઈ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 09:47 AM IST

WPL 2026 Auction: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટે મેગા ઓક્શન આજે (27 નવેમ્બર) નવી દિલ્હીમાં થઈ રહ્યું છે. પાંચેય ફ્રેન્ચાઇઝી તેમજ ચાહકો આ મેગા ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

એલિસા હીલી ગઈ અનસોલ્ડ!

એલિસા હીલી, જેની બેઝ પ્રાઈસ ₹50 લાખ હતી, તે અનસોલ્ડ ગઈ. કિવી ઓલરાઉન્ડર સોફી ડિવાઈનને ગુજરાત જાયન્ટ્સે ₹2 કરોડમાં ખરીદી. સ્ટાર ઈન્ડિયન ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને ₹3.20 કરોડમાં યુપી વોરિયર્સની ટીમમાં ઉમેરવામાં આવી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે અમેલિયા કેરને ₹3 કરોડમાં ફરીથી ખરીદી કરી. સોફી, દીપ્તિ અને અમેલિયા દરેકની બેઝ પ્રાઈસ ₹50 લાખ હતી. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ₹60 લાખમાં ગુજરાત જાયન્ટ્સમાં જોડાઈ છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડર સોફી એક્લેસ્ટોન (₹85 લાખ) અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ (₹1.9 કરોડ) યુપી વોરિયર્સ તરફથી રમશે. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડને દિલ્હી કેપિટલ્સે ₹1.1 કરોડમાં ખરીદી છે.

સોલ્ડ થયેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી

  1. સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ) - 2 કરોડ રૂપિયા, ગુજરાત જાયન્ટ્સ

  2. દીપ્તિ શર્મા (ભારત) - 3.2 કરોડ રૂપિયા, યુપી વોરિયર્સ (RTM)

  3. એમેલિયા કેર (ન્યુઝીલેન્ડ) - 3 કરોડ રૂપિયા, મુંબઈ ઇન્ડિયન્સ (RTM)

  4. રેણુકા સિંહ (ભારત) - 60 લાખ રૂપિયા, ગુજરાત જાયન્ટ્સ

  5. સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ) - 85 લાખ રૂપિયા, યુપી વોરિયર્સ

  6. મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) - 1.9 કરોડ રૂપિયા, યુપી વોરિયર્સ

  7. લૌરા વોલ્વાર્ડ (સાઉથ આફ્રિકા) - 1.1 કરોડ રૂપિયા, દિલ્હી કેપિટલ્સ

  8. ભારતી ફુલમાલી (ભારત) - રૂ. 70 લાખ, ગુજરાત જાયન્ટ્સ (RTM)

  9. ફોબી લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા) - રૂ. 1.2 કરોડ, યુપી વોરિયર્સ

  10. જ્યોર્જિયા વોલ (ઓસ્ટ્રેલિયા) - રૂ. 60 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

  11. કિરણ નવગીરે - રૂ. 60 લાખ, યુપી વોરિયર્સ (RTM)

  12. ચિનેલ હેનરી (વેસ્ટ ઇન્ડીઝ) - રૂ. 1.30 કરોડ, દિલ્હી કેપિટલ્સ

  13. શ્રી ચારણી (ભારત) - રૂ. 1.30 કરોડ, દિલ્હી કેપિટલ્સ

  14. નાદિન ડી ક્લર્ક (સાઉથ આફ્રિકા) – રૂ. 65 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

  15. સ્નેહ રાણા (ભારત) – રૂ. 50 લાખ, દિલ્હી કેપિટલ્સ

  16. રાધા યાદવ (ભારત) - રૂ. 65 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

  17. હરલીન દેઓલ (ભારત) – રૂ. 50 લાખ, યુપી વોરિયર્સ

  18. લિઝેલ લી (સાઉથ આફ્રિકા) - રૂ. 30 લાખ, દિલ્હી કેપિટલ્સ

  19. લૉરન બેલ (ઇંગ્લેન્ડ) - રૂ. 90 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

  20. ક્રાંતિ ગૌડ (ભારત) - રૂ. 50 લાખ, યુપી વોરિયર્સ (RTM)

  21. શબનીમ ઈસ્માઈલ (સાઉથ આફ્રિકા) - રૂ. 60 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ

  22. તિતાસ સાધુ (ભારત) - રૂ. 30 લાખ, ગુજરાત જાયન્ટ્સ

  23. લિન્સે સ્મિથ (ઇંગ્લેન્ડ) - રૂ. 30 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

  24. આશા શોભના (ભારત) - રૂ. 1.10 કરોડ, યુપી વોરિયર્સ

  25. દિયા યાદવ (ભારત) - રૂ. 10 લાખ, દિલ્હી કેપિટલ્સ

  26. સંસકૃતિ ગુપ્તા (ભારત) - રૂ. 20 લાખ, મુંબઈ ઈન્ડિયન્સ

  27. પ્રેમા રાવત (ભારત) - રૂ. 20 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now