Home International Worlds Smallest Dinosaur Parrot Sized Dinosaur Found In Argentina Weighing Only 1 Kg Know Why Scientists Are Surprised

World's Smallest Dinosaur : આર્જેન્ટિનામાં મળ્યું પોપટ જેવડું ડાયનોસોર! વજન માત્ર 1 કિલો, જાણો વૈજ્ઞાનિકો કેમ છે અચંબામાં?

World's Smallest Dinosaur
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2026, 05:30 AM IST

World's Smallest Dinosaur: જ્યારે પણ ડાયનોસોર શબ્દ આપણા કાને પડે છે, ત્યારે મગજમાં 'જુરાસિક પાર્ક' ફિલ્મના પેલા પર્વત જેવડા અને ખૂંખાર જીવોની તસવીર ઉપસી આવે છે. પરંતુ તાજેતરમાં આર્જેન્ટિનાના પેટાગોનિયા વિસ્તારમાંથી મળેલી એક શોધે આ કલ્પનાને સંપૂર્ણપણે બદલી નાખી છે. વૈજ્ઞાનિકોને દુનિયાના સૌથી નાના ડાયનોસોરનું હાડપિંજર મળી આવ્યું છે, જેનું કદ એક સામાન્ય પોપટ જેટલું અને વજન માત્ર 1 કિલોગ્રામની આસપાસ હતું. આ શોધ એટલી અનોખી છે કે, તેણે અત્યાર સુધીની ઉત્ક્રાંતિની થિયરી (Evolution Theory) પર શંકા ઊભી કરી છે. 'અલનાશેટ્રી સેરોપોલિસિએન્સિસ' નામનો આ જીવ કુદરતના રહસ્યો અને ડાયનોસોરની વિવિધતા વિશે નવેસરથી વિચારવા વૈજ્ઞાનિકોને મજબૂર કરી રહ્યો છે.

'નેચર' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આ રિસર્ચ મુજબ, આ ડાયનોસોર દક્ષિણ અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી નાનો 'નોન-એવિયન' (પક્ષી ન હોય તેવો) ડાયનોસોર છે. 9 કરોડ વર્ષ જૂના ખડકો વચ્ચેથી મળેલું આ હાડપિંજર પ્રાચીન પૃથ્વીના ઇકોસિસ્ટમની એક અલગ જ કહાની કહી રહ્યું છે.

પક્ષી જેવું કદ અને માત્ર 1 કિલો વજન

પેટાગોનિયાના સિપોલેટી શહેર પાસેના ખડકો, જે 'લેટ ક્રેટેશિયસ' કાળના મનાય છે, ત્યાંથી આ નાનકડા ડાયનોસોરના અવશેષો મળ્યા છે. વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ, તેનું વજન માત્ર 1 કિલો હતું. નવાઈની વાત એ છે કે, જે વિસ્તારમાં 13 મીટર લાંબા અને 100 ટન વજન ધરાવતા 'અર્જેન્ટિનોસોરસ' જેવા મહાકાય જીવો રહેતા હતા, ત્યાં જ આ નાનકડો જીવ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યો હતો.

વૈજ્ઞાનિકો માટે કેમ કોયડો બન્યો આ જીવ?

આ ડાયનોસોર 'અલ્વારિઝસોરોઈડ' (Alvarezsauroid) નામના એક વિશેષ જૂથનો ભાગ છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, આ પ્રજાતિ માત્ર એશિયા પૂરતી સીમિત હતી, પરંતુ આર્જેન્ટિનામાં તેની હાજરીએ નવી ચર્ચા છેડી છે. સામાન્ય રીતે આ જૂથના જીવોના હાથમાં માત્ર એક જ પંજો હોય છે, જેનો ઉપયોગ તેઓ કીડીઓના દર તોડવા માટે કરતા હતા, પરંતુ 'અલનાશેટ્રી'માં કેટલીક શારીરિક વિશેષતાઓ અલગ જોવા મળી છે.

Worlds Smallest Dinosaur Alnashetri cerropoliciensis fossils found in Argentina asm(ફોટો ક્રેડિટ - જ્યોર્જ ગોંજાલોજ)

નાના કદ પાછળનું રહસ્ય શું?

વૈજ્ઞાનિકોમાં લાંબા સમયથી ચર્ચા છે કે આ પ્રજાતિ આટલી નાની કેમ રહી ગઈ?

  • ખોરાકની આદત: એક થિયરી મુજબ, આ જીવો નાના જીવ-જંતુઓ ખાતા હોવાથી તેમનું શરીર કદમાં નાનું થતું ગયું.

  • શારીરિક ફેરફાર: તેના દાંત અને આંગળીઓ અન્ય નાના ડાયનોસોર કરતા મોટી હતી, જે સૂચવે છે કે તેમનું કદ માત્ર આબોહવા કે ખોરાકને કારણે જ નાનું નહોતું રહ્યું.

  • ઉત્ક્રાંતિનો વળાંક: સંશોધકો માને છે કે આ પ્રજાતિનું કદ ઘણીવાર વધ્યું અને ઘટ્યું હશે. વિવિધ સંજોગોમાં શિકારીઓથી બચવા અને ટકી રહેવા માટે તેમણે 'નાનું કદ' એક હથિયાર તરીકે પસંદ કર્યું હશે.

શું બદલાશે ઉત્ક્રાંતિનો ઇતિહાસ?

આ શોધે એ સાબિત કર્યું છે કે ડાયનોસોરની દુનિયા માત્ર વિશાળ કદ પૂરતી મર્યાદિત નહોતી. નાના કદના ડાયનોસોર પણ તેટલા જ સક્રિય અને વિકસિત હતા. ભવિષ્યમાં આ જીવ પર થનારા વધુ સંશોધનો એ સ્પષ્ટ કરશે કે પક્ષીઓ અને ડાયનોસોર વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ હતો અને પૃથ્વી પર જીવસૃષ્ટિએ કેવી રીતે પોતાનું કદ બદલ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now