Home Utilities Worlds Most Powerful Credit Card American Express Centurion Card Know Secret To Unlimited Spending

American Express Centurion Card : દુનિયાનું સૌથી શક્તિશાળી ક્રેડિટ કાર્ડ! જેનાથી તમે વિમાન પણ ખરીદી શકો છો; જાણો અમર્યાદિત ખર્ચનું સીક્રેટ

American Express Centurion Card
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2025, 03:30 AM IST

આજના સમયમાં ક્રેડિટ કાર્ડ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી – દરેક કાર્ડની એક ચોક્કસ લિમિટ હોય છે, જે તમારી આવક અને ક્રેડિટ હિસ્ટ્રી પર આધારિત હોય છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે એવું કાર્ડ હોય જેની કોઈ ખર્ચની લિમિટ જ ન હોય? જી હા, આવું કાર્ડ વાસ્તવમાં અસ્તિત્વમાં છે અને તેને દુનિયાનું સૌથી શક્તિશાળી અને એક્સક્લુઝિવ ક્રેડિટ કાર્ડ માનવામાં આવે છે.

અમેરિકન એક્સપ્રેસ સેન્ચુરિયન કાર્ડ, જેને સામાન્ય રીતે અમેક્સ બ્લેક કાર્ડ કહેવામાં આવે છે. આ કાર્ડ માત્ર પૈસા ખર્ચવાનું સાધન નથી, પરંતુ અઢળક સંપત્તિ, વૈભવી જીવનશૈલી અને વિશેષાધિકારનું પ્રતીક છે. આ કાર્ડથી તમે મોંઘી લક્ઝરી કાર, ખાનગી જેટ કે હીરા-ઝવેરાત પણ ખરીદી શકો છો – કોઈ લિમિટ વગર! આ કાર્ડ ટાઈટેનિયમથી બનેલું છે અને તેને મેળવવું એ સામાન્ય માણસ માટે સ્વપ્ન જેવું છે. આ લેખમાં જાણીએ આ કાર્ડની ખાસિયતો, તેને મેળવવાની પ્રક્રિયા અને તેની પાછળના રહસ્યો વિશે વિગતવાર.

અમેક્સ બ્લેક કાર્ડની સૌથી મોટી ખાસિયત: અનલિમિટેડ ખર્ચ

આ કાર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પ્રી-સેટ ક્રેડિટ લિમિટ નથી. તમારી પેમેન્ટ હિસ્ટ્રી સારી હોય તો તમે જેટલો ઈચ્છો તેટલો ખર્ચ કરી શકો છો. અમેરિકન એક્સપ્રેસ દર મહિને તમારા ખર્ચના પેટર્ન પર આધારિત લિમિટ નક્કી કરે છે. આ કાર્ડથી મોટા-મોટા અમીરો પ્રાઈવેટ જેટ, લક્ઝરી કાર કે મોંઘા ઘરની ખરીદી કરી ચૂક્યા છે.

ટાઈટેનિયમથી બનેલું આ વૈભવી કાર્ડ

આ કાર્ડ પ્લાસ્ટિકનું નથી, પરંતુ ટાઈટેનિયમ ધાતુમાંથી બનેલું છે, જે તેને અન્ય કાર્ડ્સ કરતાં અલગ અને પ્રીમિયમ લુક આપે છે. તેની ડિઝાઇન અને વજન પણ એવું છે કે તેને હાથમાં પકડતાં જ તમને વિશેષ અનુભવ થાય.

આ કાર્ડ મેળવવું એટલું સરળ નથી

આ કાર્ડ મેળવવા માટે કોઈ સામાન્ય અરજી પ્રક્રિયા નથી. તે માત્ર ઇન્વિટેશન પર જ મળે છે. અમેરિકન એક્સપ્રેસ પોતે નક્કી કરે છે કે કોને આ કાર્ડ ઓફર કરવું. તમારે અમેક્સ પ્લેટિનમ કાર્ડ પર વાર્ષિક 3.5થી 5 લાખ ડોલર (આશરે 3-4 કરોડ રૂપિયા) ખર્ચ કરવો પડે છે અને તે પણ સમયસર ચૂકવવું પડે છે. આ સિવાય શાનદાર ક્રેડિટ સ્કોર, ઊંચી નેટવર્થ અને અમેક્સ સાથે લાંબો સંબંધ જરૂરી છે.

વિશ્વમાં કેટલા લોકો પાસે છે આ કાર્ડ?

1999માં શરૂ થયેલા આ કાર્ડની અફવાઓ 1980ના દાયકાથી ચાલે છે. શરૂઆતમાં તેને દંતકથા માનવામાં આવતું હતું. આજે વિશ્વમાં આ કાર્ડ ધરાવતા લોકોની સંખ્યા 1 લાખથી ઓછી છે અને અમેરિકામાં માત્ર 20,000ની આસપાસ. ભારતમાં તો માત્ર 100 જેટલા લોકો પાસે જ હોવાનું અનુમાન છે. આ કાર્ડ માત્ર પૈસા ખર્ચવાનું સાધન નથી, પરંતુ વિશ્વના સૌથી અમીર અને પ્રભાવશાળી લોકોની ઓળખ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now