logo-img
Worlds Most Expensive Perfume One Bottle Costs More Than Rs 11 Crore To Buy This Perfume You Have To Sell Your House Or Take Loan

World's Most Expensive Perfume : એક બોટલની કિંમત રૂ.11 કરોડથી વધુ! આ પરફ્યુમ ખરીદવા માટે ઘર વેચવું પડે કે લેવી પડે લોન; જાણો શું છે આ લક્ઝરી ફ્રેગરેન્સની ખાસિયત

World's Most Expensive Perfume
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 03:45 AM IST

આજના સમયમાં પરફ્યુમ માત્ર સુગંધ ફેલાવવાનું સાધન નથી રહ્યું, પણ તે લક્ઝરી અને સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. ઓફિસ, કોલેજ કે લગ્નપ્રસંગમાં જતી વખતે આપણે સામાન્ય રીતે 500 થી 5,000 રૂપિયા સુધીના પરફ્યુમ વાપરતા હોઈએ છીએ. બહુ બહુ તો કોઈ બ્રાન્ડેડ પરફ્યુમ 25 હજારનું હોઈ શકે. પરંતુ શું તમે ક્યારેય એવા પરફ્યુમ વિશે સાંભળ્યું છે જેની એક શીશીની કિંમતમાં તમે આખું આલીશાન બંગલો ખરીદી શકો? જી હા, દુનિયામાં એવા પણ પરફ્યુમ છે જેની કિંમત કરોડોમાં છે. આ પરફ્યુમની ખાસિયત માત્ર તેની સુગંધ નથી, પરંતુ તેની બોટલ પર જડેલા હીરા-ઝવેરાત તેને દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓમાંની એક બનાવે છે.

શુમુખ (Shumukh): રૂ.11.7 કરોડની કિંમતી સુગંધ

દુનિયાના સૌથી મોંઘા પરફ્યુમની યાદીમાં દુબઈનો 'શુમુખ' પ્રથમ ક્રમે આવે છે. નબીલ પરફ્યુમ્સ દ્વારા લોન્ચ કરાયેલા આ પરફ્યુમની કિંમત લગભગ 12.9 લાખ ડોલર એટલે કે અંદાજે 11.7 કરોડ રૂપિયા છે. 3 લીટરની આ બોટલ કોઈ માસ્ટરપીસથી ઓછી નથી. તેને 3,500 થી વધુ હીરા, શુદ્ધ મોતી, સોના અને ચાંદીથી શણગારવામાં આવી છે. તેમાં અગરવુડ (ઉદ), ચંદન, કસ્તૂરી અને તુર્કી ગુલાબ જેવી દુર્લભ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

DKNY ગોલ્ડન ડિલિશિયસ: રૂ.9 કરોડની બોટલ

બીજા ક્રમે DKNY નું 'ગોલ્ડન ડિલિશિયસ મિલિયન ડોલર ફ્રેગરેન્સ' આવે છે. વર્ષ 2011માં લોન્ચ થયેલા આ પરફ્યુમની કિંમત 10 લાખ ડોલર (આશરે 9 કરોડ રૂપિયા) છે. સફરજનના આકારની આ અનોખી બોટલ પર વિશ્વભરમાંથી લાવવામાં આવેલા 3,000 થી વધુ કિંમતી પથ્થરો જડવામાં આવ્યા છે. તેની ડિઝાઇન તૈયાર કરવામાં નિષ્ણાતોને કલાકોની મહેનત લાગી હતી.

?s=20

ઈમ્પીરિયલ મેજેસ્ટી: હીરા અને ક્રિસ્ટલનો સંગમ

ક્લાઈવ ક્રિશ્ચિયન નંબર 1 'ઈમ્પીરિયલ મેજેસ્ટી' આ યાદીમાં ત્રીજા સ્થાને છે. આ ખાસ એડિશનની માત્ર 10 બોટલ જ બનાવવામાં આવી હતી. દરેક બોટલ દુર્લભ ક્રિસ્ટલમાંથી બનેલી છે અને તેના કોલર પર 18 કેરેટ સોનું અને 5 કેરેટનો હીરો લગાવવામાં આવ્યો છે. આ એક બોટલની કિંમત વર્તમાન દરે આશરે 1.9 કરોડ રૂપિયા થાય છે.

પરફ્યુમ આટલા મોંઘા કેમ હોય છે?

ઘણાને પ્રશ્ન થાય કે શું માત્ર સુગંધના આટલા પૈસા હોય છે? વાસ્તવમાં આ પરફ્યુમ્સ મોંઘા હોવા પાછળ ત્રણ મુખ્ય કારણો છે. પરફ્યુમની કિંમત કરોડોમાં હોવા પાછળ માત્ર તેની સુગંધ જવાબદાર નથી, તેની પાછળ ત્રણ અત્યંત મહત્વના કારણોમાં પ્રથમ અને મુખ્ય કારણ તેની કિંમતી બોટલ છે; મોટાભાગના કિસ્સાઓમાં પરફ્યુમ કરતાં તેની બોટલની કિંમત વધારે હોય છે, કારણ કે તેને હીરા, શુદ્ધ સોનું, પ્લેટિનમ અને કિંમતી ક્રિસ્ટલથી કલાત્મક રીતે શણગારવામાં આવે છે. બીજું કારણ તેમાં વપરાતી દુર્લભ સામગ્રી છે; અંબરગ્રીસ (વ્હેલની ઊલટી), શુદ્ધ ઉદ અને હાઈ-ગ્રેડ ગુલાબનું તેલ જેવી કુદરતી ચીજો મેળવવી ખૂબ જ મુશ્કેલ અને અત્યંત ખર્ચાળ હોય છે. છેલ્લે, આ પરફ્યુમ્સની એક્સક્લુઝિવિટી તેને ખાસ બનાવે છે; આ લક્ઝરી બ્રાન્ડ્સ માત્ર મર્યાદિત સંખ્યામાં (લિમિટેડ એડિશન) જ બોટલ બનાવે છે, જેના કારણે સમય જતાં તેની રી-સેલ વેલ્યૂ ઘટવાને બદલે સતત વધતી રહે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now