Home Health-lifestyle Worlds Costliest Salt Is Korean Salt

250 ગ્રામથી ઓછા મીઠાની કિંમત 7000 રૂપિયા : મીઠું છે કે સોનું?

250 ગ્રામથી ઓછા મીઠાની કિંમત 7000 રૂપિયા
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 07:35 AM IST

મીઠા વગરનો ખોરાક અને મીઠા મરચા વગરની ગોસિપમાં લોકોની મજા નથી આવતી. એટલા માટે જ સમગ્ર વિશ્વમાં મીઠાને એટલુ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતની વાત કરીએ તો અહીં સ્વતંત્રતા સંગ્રામમાં મીઠાએ ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે આપણા દેશમાં મીઠાની કિંમત ખુબ ઓછી છે જ્યારે અમેરિકા દેવા દેશમાં મીઠુ મોઘું છે. અને વિશ્વમાં સૌથી મોંઘુ મીઠુ કોરિયામાં મળે છે. કોરિયન વાંસ મીઠું, જાંબલી વાંસ મીઠું અથવા જુગ્યોમ તરીકે પણ ઓળખવામાં આવે છે.


આ કોરિયન મીઠું એક જટિલ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. માત્ર 250 ગ્રામ કોરિયન વાંસ મીઠાની કિંમત લગભગ US$100 એટલે કે 7500 રૂપિયા છે.

હવે જાણો કેમ આટલું મોંઘું છે?

1. વાંસનું મીઠું બનાવવા માટે સામાન્ય મીઠું વાંસની નળીઓમાં ભરવામાં આવે છે. આ પ્રક્રિયામાં 50 દિવસનો સમય લાગે છે.
2. મીઠાથી ભરેલી વાંસની નળીને ગરમ કરવામાં આવે છે, જેના કારણે વાંસના ગુણ મીઠામાં સમાય છે. ઓછામાં ઓછા નવ વખત 800 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમામાં બનાવવામાં આવે છે.
3. આ શેકવાથી વાંસમાં હાજર મિનરલ્સ સાથે મીઠું ભળે છે એટલું જ નહીં પણ તેનો રંગ અને ટેક્શચર પણ બદલાય છે.
4. અંતિમ વખત શેકવામાં તાપમાન 1000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેમાં ખાસ કારીગરોની જરૂર પડે છે.
5. આ મીઠાના 240 ગ્રામ પેકેટની કિંમત 7000 રૂપિયાથી વધુ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now