Home Religion World War Iii And A Major Disaster Baba Vangas Alarming Predictions For 2026 Asia Power Shift Alien Contact

Baba Vanga 2026 Predictions : ત્રીજું વિશ્વયુદ્ધ અને એક મોટી આપત્તિ! બાબા વાંગાની 2026 માટેની ભયાનક આગાહી

Baba Vanga 2026 Predictions
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 06:27 AM IST

Baba Vanga 2026 Predictions: બાલ્કનના નોસ્ટ્રાડેમસ તરીકે જાણીતી અંધ બુલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. જન્મથી અંધ રહેલી આ મહિલાએ 9/11ના આતંકવાદી હુમલા, પ્રિન્સેસ ડાયનાના મોત અને અન્ય મોટી ઘટનાઓની આગોતરી આગાહી કરી હોવાના દાવા કરવામાં આવે છે. હવે 2026ના વર્ષ માટે તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ત્રીજું વિશ્વયુદ્ધ, મોટી પ્રાકૃતિક આફતો, AIનો માનવ પર વર્ચસ્વ અને એશિયાની વધતી તાકાતનો ઉલ્લેખ છે. જોકે, આ ભવિષ્યવાણીઓ મોખિક છે અને તેમની કોઈ લેખિત નોંધ નથી, તેથી તેમને અફવાહો અને અર્થઘટન તરીકે જ જોવામાં આવે છે.

ત્રીજું વિશ્વયુદ્ધની આશંકા

બાબા વેંગાના અનુયાયીઓના મતે, 2026માં પૂર્વીય વિસ્તારમાં રાજકીય તણાવ વધીને મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. આ યુદ્ધની અસર પશ્ચિમી દેશો સુધી પહોંચશે અને વૈશ્વિક સત્તા સંતુલન બદલાઈ જશે. કેટલાક અર્થઘટનમાં રશિયા-યુક્રેન યુદ્ધના વિસ્તાર, તાઇવાન પર ચીનનો દાવો અને અમેરિકા-રશિયા વચ્ચે સીધો સંઘર્ષનો ઉલ્લેખ છે.

મોટી પ્રાકૃતિક આફતો

2026માં વિશ્વને ગંભીર પ્રાકૃતિક આફતોનો સામનો કરવો પડી શકે છે. ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, અતિવૃષ્ટિ, પૂર, દુષ્કાળ અને આત્યંતિક હવામાન પરિવર્તનના સંકેત આપવામાં આવ્યા છે. કેટલાક દાવા અનુસાર આ આફતો પૃથ્વીના 7-8% ભૂમિ વિસ્તારને અસર કરી શકે છે.

AIનો માનવ પર વર્ચસ્વ

બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, 2026માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો વિકાસ એટલો વધી જશે કે તે માનવના નિયંત્રણ બહાર જઈને સ્વતંત્ર નિર્ણયો લેવા લાગશે. આનાથી ઉદ્યોગો, રોજિંદા જીવન અને માનવ સ્વતંત્રતા પર મોટી અસર પડી શકે છે.

એશિયાની વધતી તાકાત

એશિયા મહાદ્વીપ, ખાસ કરીને ચીન જેવા દેશની આર્થિક અને લશ્કરી તાકાતમાં મોટો વધારો થશે. વૈશ્વિક સત્તાનું કેન્દ્ર એશિયા તરફ ખસી શકે છે. તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ વધી શકે છે.

રશિયામાં નવા નેતાનો ઉદય

રશિયામાં કોઈ નવા અથવા શક્તિશાળી નેતાનો પ્રભાવ વધશે, જે વૈશ્વિક સ્તરે મોટી ભૂમિકા ભજવી શકે છે. કેટલાક અર્થઘટનમાં વ્લાદિમીર પુતિનના પતન અથવા નવા નેતાના ઉદયનો ઉલ્લેખ છે. આ ભવિષ્યવાણીઓ બાબા વેંગાના અનુયાયીઓ અને મીડિયા અર્થઘટન પર આધારિત છે. તેમની કોઈ લેખિત નોંધ ન હોવાથી આને માત્ર અફવાહો તરીકે જ જોવું જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now