Home International World Saudi Arabia Man Marries 53 Times In 43 Years Multiple Marriages Wedding Tradition Viral News

53 વખત લગ્ન કર્યા : થાકતો જ નથી આ ભાઈ

53 વખત લગ્ન કર્યા
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2025, 04:41 AM IST

વિશ્વમાં આજે પણ એવા અનેક દેશો છે જ્યાં એકથી વધુ પત્ની લોકો રાખતા હોય છે. ભારતમાં તેના પર પ્રતિબંધ હોવા છતાં, ઘણા કિસ્સાઓમાં લોકો એકથી વધુ લગ્ન કરતા જોવા મળ્યા છે. કેટલીકવાર લોકો સામાજિક, ધાર્મિક અથવા વ્યક્તિગત કારણોસર આવું કરવા માટે મજબૂર થાય છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના 63 વર્ષીય અબુ અબ્દુલ્લા તેમના વૈવાહિક જીવનને કારણે સમાચારોમાં છે. તેમણે માત્ર એક કે બે વાર જ નહીં પરંતુ કુલ 53 વખત લગ્ન કર્યા છે. આ જીવનશૈલીને કારણે અબ્દુલ્લા હેડલાઈન્સમાં છે.

અબુ અબ્દુલ્લા કહે છે કે તેણે તેના વૈવાહિક જીવનમાં શાંતિ અને સ્થિરતા માટે ઘણી વખત લગ્ન કર્યા હતા. તે માને છે કે તેને હજુ સુધી એક જીવન સાથી મળી નથી જે તેને સંપૂર્ણપણે ખુશ રાખી શકે. અને એટલા માટે જ તેમણે અનેક વખત લગ્ન કર્યા છે.

અબુ અબ્દુલ્લાના પહેલા લગ્ન ત્યારે થયા હતા જ્યારે તેઓ માત્ર 20 વર્ષના હતા. તેમની પત્ની તેમના કરતા 6 વર્ષ મોટી હતી, પરંતુ વૈવાહિક જીવનનો પ્રારંભિક સમયગાળો સુખદ હતો. આ સંબંધથી તેમને બાળકો પણ થયા હતા, પરંતુ થોડા સમય પછી મતભેદ વધવા લાગ્યા અને સંબંધ તૂટી ગયો.

તેમના પ્રથમ લગ્નમાં સમસ્યાઓના કારણે, અબ્દુલ્લાએ 23 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા, પરંતુ આ નિર્ણય તેમના માટે વધુ મુશ્કેલીઓ લાવ્યો. ખુબ ઝઘડા થયા. આ કારણોસર, તેમણે ત્રીજા અને પછી ચોથા લગ્ન કર્યા, પરંતુ આ ઝઘડાઓનો અંત ના આવ્યો.

પોતાની પત્નીઓ વચ્ચેના ઝઘડાઓથી પરેશાન થઈને અબ્દુલ્લાએ પોતાની ત્રણ પત્નીઓને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી પણ તેણે બીજા પણ લગ્ન કર્યા. અબુ અબદુલ્લાએ અત્યાર સુધીમાં કુલ 53 લગ્ન વખત લગ્ન કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ