Home International World Largest Train Gods Australia Bhp Offbeatstories Passenger Mile Kilomitar

વર્ષ-2001 બાદ જોવા મળી : દૂનિયાની સૌથી લાંબી ટ્રેન

વર્ષ-2001 બાદ જોવા મળી
Published by: OBS Bureau
Last Updated: Mar 27, 2025, 01:45 PM IST

આજના યુગમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી લાંબી ટ્રેન કઈ છે અને તેમાં કેટલા કોચ છે. આજે અમે આ ટ્રેન કઈ છે, તેની લંબાઈ કેટલી છે અને આ ટ્રેન કયાં દોડાવવામાં આવે છે. 

તમારા બધા સવાનો જવાબ અમે અહિં જણાવીશું. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની BHP આયર્ન ઓર દુનિયાની સૌથી લાંબી ટ્રેન છે. આ ટ્રેન જૂન 2001માં શરૂ કરવામાં આવી હતી અને તેની લંબાઈ લગભગ 4.6 માઈલ એટલે કે 7.353 કિમી હતી. વિશ્વના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રેન છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પિલબારા વિસ્તારમાં BHPની પોતાની ખાનગી રેલ લાઇન છે. 


આ ટ્રેન લાંબી હોવાની સાથે વિશ્વની સૌથી લાંબી અને ભારે માલગાડી પણ છે. આ ટ્રેનમાં 682 કોચ છે, આ ટ્રેનને 8 જનરલ ઇલેક્ટ્રિક એસી 6000 CW ડીઝલ લોકોમોટિવ્સ એન્જિન દ્વારા ખેંચવામાં આવી હતી. આ ટ્રેને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના યાન્ડી માઇનથી પોર્ટ હેડલેન્ડ સુધીની 275 કિમીની મુસાફરી 10 કલાક અને ચાર મિનિટમાં પૂર્ણ કરી હતી. જો કે, રસ્તામાં ખામીના કારણે ટ્રેનની મુસાફરી 4 કલાક અને 40 મિનિટ મોડી પડી હતી. તે દરમિયાન આ ટ્રેનમાં 82,000 ટન આયર્ન ઓર લોડ કરવામાં આવ્યું હતું. આ ટ્રેન એટલી લાંબી હતી કે તેમાં 24 એફિલ ટાવર સમાઈ શકે. કારણ કે એફિલ ટાવરની લંબાઈ 300 મીટર છે. આ ટ્રેનનું વજન લગભગ એક લાખ ટન હતું.



આ ટ્રેને બે નામે ઓળખાઈ છે


તેને માઉન્ટ ન્યુમેન રેલવે કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ રેલ નેટવર્ક આયર્ન ઓરના પરિવહન માટે તૈયાર કરવામાં આવી છે. BHP આ વિસ્તારમાં વધુ એક રેલ લાઇન ચલાવે છે, જેને ધ ગોલ્ડસવર્થી રેલવે કહેવાય છે.






joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,