Home International World First Budget Which Country Presented Budget

ક્યાંથી આવ્યો શબ્દ બજેટ? : વિશ્વમાં સૌ પ્રથમ બજેટ કયાં દેશમાં થયું રજૂ?

ક્યાંથી આવ્યો શબ્દ બજેટ?
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 07:22 AM IST

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. તેમનું બજેટ સંબોધન સવારે 11 વાગ્યે શરૂ થશે. નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ સંબોધન હશે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી પહેલાં બજેટ ક્યાં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ શબ્દ ક્યાંથી આવ્યો અને આ બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા શું હતી?

આ દેશે તેનું પ્રથમ બજેટ રજૂ કર્યું
બજેટ શબ્દ લેટિન શબ્દ 'બુલ્ગા' પરથી આવ્યો છે. ફ્રેન્ચમાં તેને બ્યુગેટ પણ કહેવામાં આવતું હતું. જ્યારે અંગ્રેજીમાં આ શબ્દનો ઉપયોગ થયો ત્યારે તે બોગાટ બન્યો, જે પાછળથી બજેટ તરીકે જાણીતો થયો. હવે આપણા મેઈન પ્રશ્ન પર આવીએ. દુનિયામાં જ્યારે બજેટ રજૂ કરવાની વાત આવે છે ત્યારે ઈંગ્લેન્ડનું નામ સૌથી પહેલા આવે છે. શરૂઆત અહીંથી થઈ. માહિતી અનુસાર, 1760માં પ્રથમ વખત દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં બજેટ રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી. અહીંથી બજેટ બીજા દેશોમાં બજેટ પહોંચ્યું અને સરકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું.

ભારતમાં પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું?
ભારતમાં બજેટની શરૂઆત આઝાદી પહેલાંથી થઈ ગઈ હતી. બ્રિટિશરાજ દરમિયાન, 1857ના વિદ્રોહ પછી, દેશની નાણાકીય વ્યવસ્થા સુધારવા માટે અંગ્રેજોએ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સનને ભારત બોલાવ્યા. તેમણે 7 એપ્રિલ, 1860ના રોજ ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. દેશની આઝાદી બાદ તત્કાલિન નાણામંત્રી આર. કે ષણમુગમ ચેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now