Home International Woman Recounts Horror Of Assault Before Being Pushed From Train Tamil Nadu

પ્રેગ્નેન્ટ મહિલા સાથે હેવાનિયત! : ટ્રેનમાં ટોઇલેટ જઈ રહી હતી ગર્ભવતી મહિલા; નરાધમોએ શારીરિક શોષણ કરી ફેંકી દીધી બહાર

પ્રેગ્નેન્ટ મહિલા સાથે હેવાનિયત!
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 03:24 PM IST

Pregnant Woman Assaulted in Train: તમિલનાડુમાં બે પુરુષોએ કથિત રીતે ચાર મહિનાની ગર્ભવતી મહિલાનું જાતીય શોષણ કર્યું અને પછી તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી. જી હા.. આ ભયાનક ઘટનાએ રાજ્યના લોકોમાં આક્રોશ ફેલાયો અને વિપક્ષ અને શાસક ડીએમકે વચ્ચે રાજકીય વિવાદ પણ સર્જ્યો. આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.

આંધ્રપ્રદેશના ચિત્તૂર જઈ રહી હતી ત્યારે શુક્રવારે વહેલી સવારે ટ્રેન તિરુપત્તુર જિલ્લાના જોલારપેટ્ટાઈ પાસેથી પસાર થઈ રહી હતી. મહિલા વોશરૂમ જઈ રહી હતી ત્યારે બે લોકોએ તેના પર હુમલો કર્યો. મહિલાએ મદદ માટે બૂમો પાડી અને વોશરૂમ તરફ દોડી, પરંતુ પુરુષોએ તેનો પીછો કર્યો અને તેને વેલ્લોર જિલ્લામાં કોમ્બેટોર-તિરુપતિ ઇન્ટરસિટી એક્સપ્રેસમાંથી બહાર ધક્કો મારી દીધો હતો.

કાર્યવાહી થઈ શરૂ
મહિલાના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માથામાં પણ ઈજા થઈ હતી. તેને વેલ્લોર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મહિલા કોઈમ્બતુરની એક ગારમેન્ટ કંપનીમાં કામ કરતી હતી. જોલારપેટ્ટાઈ પોલીસે કેસની ફરિયાદ નોંધી છે અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. ગુનેગારોને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં હેમરાજ નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હેમરાજ એક રીઢો ગુનેગાર છે અને તેનો ગુનાહિત રેકોર્ડ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક