Home Gujarat Woman Police Constable Commits Su In Bharuch

ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત : હેડક્વાર્ટરના રૂમમાં ગળેફાંસો ખાદ્યો, જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર

ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે કર્યો આપઘાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 04:40 AM IST

ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું નામ પ્રીતિ ઉદેસિંહ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ભાવનગર જિલ્લાના રહેવાસી હતા અને તેમની ઉંમર 27 વર્ષ હતી. હાલ તેમના આપઘાતનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને તે અંગે તપાસ ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને રૂમમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે તપાસ હાથધરી

પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને યુવતીએ આપઘાત જેવો કઠોર પગલું કેમ ભર્યું તે અંગે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાથી પોલીસ કર્મચારીઓમાં પણ શોક અને અચંબાનો માહોલ જોવા મળી રહ્યો છે.

તળાજા તાલુકાના બોરલા ગામમાં વતની

પ્રીતિ પરમાર LIB શાખામાં ફરજ બજાવતા હતા. જેઓ મૂળ તળાજા તાલુકાના બોરલા ગામમાં વતની હતા, છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસ બેડામાં LIB શાખામાં ફરજ બજાવતા હતા. હાલમાં સિવિલમાં તબીબો દ્વારા પેનલ પીએમ કરાઈ રહ્યું છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now