Home Gujarat Woman Molested On The Pretext Of Tantric Ritual In Madhapar Bhuj

ભૂજનાં માધાપરમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે છેડતી : વિશાલ મારાજ સંકજામાં, પોલીસે કરી ખાસ અપીલ

ભૂજનાં માધાપરમાં તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે છેડતી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 09:41 AM IST

Bhuj News : ભૂજના માધાપર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે એક મહિલાને છેતરીને છેડતી કરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વિશાલ મારાજ નામના નરાધમે તાંત્રિક ક્રિયાની આડમાં મહિલાના મોઢા પર સ્પ્રે છાંટી તેને બેભાન કરી શારીરિક છેડતી કરી હતી.

તાંત્રિક વિધિના બહાને મહિલા સાથે છેડતી

આ સમગ્ર મામલે મહિલાએ માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી વિશાલ મારાજને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપી ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા ટીવી શો જુએ છે અને તેમાંથી વિધિઓ શીખીને લોકોને છેતરવાનો પ્રયત્ન કરતો હતો.

પોલીસે કરી આ અપીલ

પશ્ચિમ કચ્છ પોલીસ જનતાને અપીલ કરી છે કે, 'જો કોઈ અન્ય વ્યક્તિ પણ આવા નરાધમનો ભોગ બન્યો હોય તો હિંમતપૂર્વક આગળ આવી ફરિયાદ કરે. પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે ભોગ બનનારાનું નામ અને ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now