Home Automobile Winter Car Care Right Ac Temperature For Health Tips

શિયાળામાં કારના ACનું તાપમાન કેટલું રાખવું જોઈએ? : જાણો સુરક્ષિત ડ્રાઇવિંગ અને સારા સ્વાસ્થ્ય માટેના ટિપ્સ

શિયાળામાં કારના ACનું તાપમાન કેટલું રાખવું જોઈએ?
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 04:15 PM IST

શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો કારમાં બેસતાની સાથે જ હીટર ચાલુ કરી દેતા હોય છે. ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે કારની અંદરનું તાપમાન કેટલું રાખવું જોઈએ જેથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય. વિન્ટર સીઝનમાં કારમાં મુસાફરી કરતી વખતે જો તમે એસી કે હીટરનો ઉપયોગ કરો છો તો તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં જાણો કે ડ્રાઇવિંગ દરમિયાન કેબિનનું તાપમાન કેટલું હોવું જોઈએ.

આદર્શ તાપમાન 20 થી 22 ડિગ્રી એક્સપર્ટ્સ મુજબ કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં બહુ અલગ ન હોવું જોઈએ. સામાન્ય રીતે શિયાળામાં કારનું આદર્શ તાપમાન 22 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે લાંબી મુસાફરી પર જઈ રહ્યા હોવ તો કેબિનનું તાપમાન 20થી 22 ડિગ્રી સેલ્સિયસ રાખવું શ્રેષ્ઠ ગણાય છે. આ તાપમાન તમને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે અને સાથે જ ડ્રાઇવિંગ કરતી વખતે સુસ્તી કે ઊંઘ આવવાની સમસ્યા પણ નહીં થાય.

વધારે ગરમીથી થતા નુકસાન ઘણા લોકો ઠંડીમાં કારનું હીટર ફૂલ કરી દે છે જેના કારણે કેબિન ખૂબ ગરમ થઈ જાય છે. જો કારની અંદરનું તાપમાન વધુ પડતું ગરમ હોય તો ડ્રાઇવરને સુસ્તી આવી શકે છે અને એકાગ્રતા ઘટી શકે છે. વધુ પડતા હીટરના ઉપયોગથી કેબિનની હવા ડ્રાય થઈ જાય છે જેના લીધે ત્વચા નાક અને આંખોમાં ડ્રાયનેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી હીટર ચાલુ રાખવાથી ઓક્સિજન લેવલમાં પણ ફેરફાર થઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

સેફ ડ્રાઇવિંગ ટિપ્સ શિયાળામાં કાર ચલાવતી વખતે સેફ્ટીનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. કારમાં બેસતાની સાથે જ ભારે જેકેટ કે કોટ ઉતારી દેવા જોઈએ અને પછી જ તાપમાન સેટ કરવું જોઈએ. આ સિવાય શિયાળામાં કારની બેટરીની ખાસ તપાસ કરવી જોઈએ કારણ કે ઠંડીમાં બેટરીની ક્ષમતા 50 ટકા સુધી ઘટી શકે છે. એન્જિન કુલન્ટ અને ટાયર પ્રેશર પણ નિયમિત ચેક કરતા રહેવું જોઈએ. વિન્ડશિલ્ડ વાઇપર અને ડિફોગર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ખાતરી કરવી પણ જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now