Home Entertainment Will Taarak Mehta Ka Ooltah Chashmah Be Discontinued

શું 'Taarak Mehta Ka Ooltah Chashmah' બંધ થઈ જશે? : જાણો પ્રોડ્યુસર અસિત મોદીએ શું કહ્યું?

શું 'Taarak Mehta Ka Ooltah Chashmah' બંધ થઈ જશે?
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 08:25 AM IST

Taarak Mehta Ka Ooltah Chashmah: લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા કેટલાક મહિનાથી બંધ થવાની અફવાઓથી ઘેરાયેલો છે. પરંતુ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ હવે સ્પષ્ટ શબ્દોમાં આ તમામ અફવાઓને ખોટી ઠેરવી દીધી છે.

ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીની 25મી વર્ષગાંઠના સમારોહમાં અસિત મોદીએ કહ્યું:

“અમે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ શો ચલાવીશું. લોકો હજુ પણ એને એટલો જ પ્રેમ આપે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ એકમાત્ર એવો શો છે જે હાસ્ય અને આનંદનો સાચો ડોઝ આપે છે. આ ફક્ત એક શો નથી, એક બ્રાન્ડ બની ગયો છે જેને દર્શકોનો અપાર પ્રેમ મળે છે. મેં અને મારી આખી ટીમે એને બનાવવા માટે દિલથી મહેનત કરી છે અને આજે પણ સતત મહેનત કરી રહ્યા છીએ.”

ટોચની સિરિયલોમાં સ્થાન

2008થી શરૂ થયેલી આ સિરિયલે 18 વર્ષ પૂરા કર્યા છે અને હજુ પણ ટીઆરપીની ટોચની સિરિયલોમાં સ્થાન ધરાવે છે. જેઠાલાલ, બાપુજી, ટપ્પુ સેના કે દયાબેનની ગેરહાજરી પછી પણ દર્શકોનો પ્રેમ ઓછો થયો નથી.તો ચિંતા છોડો ગોકુલધામવાસીઓ!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હજુ ઘણા વર્ષો સુધી તમારા ટીવી પર હસતો-રમતો રહેશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now