Home Entertainment Zulfikar Ali Bhutto Madhbula Love Story

પાકિસ્તાનના આ વડાપ્રધાન ભારતીય એક્ટ્રેસ પાછળ હતા ઘેલા! : જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ભારતીય એક્ટ્રેસ માટે બધું જ છોડવા તૈયાર થયા

Pakistan's former PM Bhutto was crazy in love with Madhubala
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 20, 2026, 07:37 AM IST

મધુબાલાના પ્રેમમાં પાગલ હતા પાકિસ્તાનના પૂર્વ PM ભુટ્ટો!

બોલિવૂડના ઇતિહાસમાં મધુબાલાની સુંદરતા અને તેમની એક્ટિંગના લાખો દીવાના હતા. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાનના એક પૂર્વ વડાપ્રધાન પણ આ ભારતીય એક્ટ્રેસના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઈ ગયા હતા? આ વાત છે ૧૯૫૦ના દાયકાના અંત ભાગની, જ્યારે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો મુંબઈના વર્લીમાં રહેતા હતા અને કાયદાનો અભ્યાસ કરતા હતા.

'મુગલ-એ-આઝમ'ના સેટ પર શરૂ થઈ હતી મુલાકાત

એ સમયે ભારતીય સિનેમાની ઐતિહાસિક ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ જ ગાળા દરમિયાન મધુબાલા અને દિલીપ કુમાર વચ્ચેનું અફેર તૂટી ગયું હતું, જેના કારણે મધુબાલા ખૂબ જ ઉદાસ રહેતા હતા. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વારંવાર ફિલ્મના સેટ પર મધુબાલાને મળવા પહોંચી જતા હતા. બંને ઘણીવાર સેટ પર સાથે લંચ પણ કરતા હતા.

લંચ દરમિયાન કર્યું હતું લગ્નનું પ્રપોઝલ

ફિલ્મના પ્રખ્યાત ગીત 'મોહે પનઘટ પે નંદલાલ'ના શૂટિંગ દરમિયાન, એક દિવસ લંચ કરતી વખતે ભુટ્ટોએ મધુબાલાને સીધું જ લગ્ન માટે પ્રપોઝ કરી દીધું હતું. તેઓ મધુબાલા માટે બધું જ છોડવા તૈયાર હતા. જોકે, ભુટ્ટો પહેલાથી જ પરિણીત (તેમના લગ્ન શિરીન અમીર બેગમ સાથે થયા હતા) હોવાથી મધુબાલાએ આ પ્રસ્તાવને હસીને નકારી દીધો હતો.

આ રીતે આવ્યો લવ સ્ટોરીનો અંત

ભુટ્ટો સાથેનો સંબંધ આગળ ન વધતાં, મધુબાલાએ વર્ષ ૧૯૬૦માં પ્રખ્યાત ગાયક અને અભિનેતા કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. બીજી તરફ, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાન પરત ફર્યા અને ત્યાં રાજકારણમાં સક્રિય થઈને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા હતા. આ સાથે જ આ અનોખી લવ સ્ટોરી ઇતિહાસના પાનાઓમાં દબાઈ ગઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now