Home Sports Will Jasprit Bumrah Retire In Tests

Jasprit Bumrah ટેસ્ટમાં નિવૃત્તિ લેશે? : આ દિગ્ગજ પૂર્વ ક્રિકેટરના નિવેદનથી ખળભળાટ

Jasprit Bumrah ટેસ્ટમાં નિવૃત્તિ લેશે?
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 08:35 AM IST

જસપ્રીત બુમરાહને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે દાવો કર્યો છે કે બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. કૈફે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે.

મોહમ્મદ કૈફે કર્યો દાવો

ભૂતપૂર્વ ભારતીય બેટર મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, 'બુમરાહ ટૂંક સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. મને લાગે છે કે ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ મેચમાં રમતા જોવા નહીં મળે અને તે નિવૃત્તિ પણ લઈ શકે છે. કારણ કે બુમરાહ ઈજાથી પીડાઈ રહ્યો છે. એટલા માટે તે પોતાની લયમાં જોવા મળતો નથી. બુમરાહ એક ખુદ્દાર વ્યક્તિ છે, જો તેને લાગે કે તે પોતાનું સો ટકા આપી શકતો નથી, દેશ માટે મેચ જીતી શકતો નથી, તો તે પોતે રમવાની ના કહી દેશે, એવું મને લાગે છે.

બુમરાહમાં દેશ માટે રમવાનો જુસ્સો હજુ પણ છે

લોર્ડ્સ ટેસ્ટમાં 7 વિકેટ લેનાર બુમરાહ માનચેસ્ટર ટેસ્ટમાં સાવ ફિક્કો લાગ્યો હતો, જ્યાં તેણે અત્યાર સુધી માત્ર એક વિકેટ લીધી છે. કૈફે જણાવ્યું કે, 'માનચેસ્ટર ટેસ્ટમાં બુમરાહ જે ઝડપે બોલિંગ કરી રહ્યો હતો, તે ઘણી ઓછી હતી. વિકેટકીપરે તેની બોલ પર આગળ ડાઈવ લગાવીને જે કેચ પકડ્યો, તે દર્શાવે છે કે બુમરાહ સંપૂર્ણપણે ફિટ નથી.કૈફ માને છે કે બુમરાહમાં દેશ માટે રમવાનો જુસ્સો હજુ પણ છે, પરંતુ તે પોતાના શરીર અને ફિટનેસ સામે હારી રહ્યો છે. તેનું શરીર સાથ આપી રહ્યું નથી, તેથી તે ટેસ્ટ ક્રિકેટ રમવાની ના પાડી શકે છે.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now