Home International Will India Alliance Announce Its Vice Presidential Candidate Today

આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું એલાન કરશે INDIA ગઠબંધન? : રેસમાં છે આ ત્રણ નામ

આજે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું એલાન કરશે INDIA ગઠબંધન?
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 04:28 AM IST

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળના એનડીએએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીજી તરફ, વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન (INDIA Bloc) એ હજી સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યો નથી.

વિપક્ષની બેઠક

  • સ્થળ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવાસસ્થાન, દિલ્હી

  • સમય : આજે બપોરે 12:30 વાગ્યે

  • બેઠક પછી વિપક્ષ પોતાના સંયુક્ત ઉમેદવારની જાહેરાત કરી શકે છે.

વિપક્ષમાં ચર્ચાતા નામો

સૂત્રો અનુસાર ઇન્ડિયા બ્લોકમાં કેટલાક મહત્વના નામોની ચર્ચા ચાલી રહી છે:

  1. ડૉ. મલ્લાસ્વામી અન્નાદુરાઈ – ચંદ્રયાન-1 મિશનનું નેતૃત્વ કરનારા ભૂતપૂર્વ ઇસરો વૈજ્ઞાનિક

  2. તિરુચી શિવા – તમિલનાડુના ડીએમકે સાંસદ

  3. તુષાર ગાંધી – મહાત્મા ગાંધીના પ્રપૌત્ર અને ઇતિહાસકાર

  4. મહારાષ્ટ્રના દલિત બૌદ્ધિક નેતા – સામાજિક સમીકરણ મજબૂત કરવા પર વિચાર

વિપક્ષ આ ચૂંટણીને લોકશાહી અને બંધારણના રક્ષણની લડાઈ તરીકે રજૂ કરવા ઈચ્છે છે, જ્યારે તુષાર ગાંધી જેવા નામથી તેને વૈચારિક સંઘર્ષ તરીકે પ્રસ્તુત કરવાનો પ્રયાસ થઈ શકે છે.

એનડીએ ઉમેદવારની સક્રિયતા

  • સીપી રાધાકૃષ્ણન સોમવારે દિલ્હી પહોંચ્યા.

  • દિલ્હી એરપોર્ટ પર મુખ્‍યમંત્રી રેખા ગુપ્તા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું.

  • બાદમાં તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુલાકાત લીધી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?