Home Utilities Will I Get Treatment If My Ayushman Card Is Lost

આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો સારવાર મળશે કે નહીં? : જાણી લો નિયમો નહીંતર હોસ્પિટલમાં થશે સમસ્યાઓ

આયુષ્માન કાર્ડ ખોવાઈ જાય તો સારવાર મળશે કે નહીં?
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 06:53 AM IST

Ayushman Card Rules: આયુષ્માન ભારત યોજના (PM-JAY) લાખો ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન છે. આ કાર્ડથી વાર્ષિક ₹5 લાખ સુધી કેશલેસ અને પેપરલેસ સારવાર મળે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે…“કાર્ડ ખોવાઈ કે ચોરાઈ જાય તો સારવાર મળશે કે નહીં?”જવાબ છે – હા, 100% મળશે! કાર્ડ હોવું જરૂરી નથી. નવી સિસ્ટમમાં તમારી ઓળખ માત્ર એક મોબાઇલ નંબર કે આધારથી થઈ જશે.

જો કાર્ડ ખોવાઈ ગયું હોય તો આ કરો (સ્ટેપ-બાય-સ્ટેપ)

નજીકની આયુષ્માન એમ્પેનલ્ડ હોસ્પિટલમાં જાઓ

હોસ્પિટલમાં “આયુષ્માન મિત્ર હેલ્પ ડેસ્ક” પર જાઓ

(દરેક મોટી હોસ્પિટલમાં આ ડેસ્ક હોય છે)

આયુષ્માન મિત્રને કહો: “મારું આયુષ્માન કાર્ડ ખોવાઈ ગયું છે, મને સારવાર જોઈએ છે.”

તમારો આધાર નંબર અથવા કાર્ડ બનાવતી વખે જે મોબાઇલ નંબર આપ્યો હતો એ નંબર બતાવો.

તેઓ સિસ્ટમમાં OTP દ્વારા અથવા આધાર ઇ-કેવાયસી દ્વારા તમારી ઓળખ ચકાસશે.

ચકાસણી થતાંની સાથે જ તમારું e-card જનરેટ થઈ જશે અને સારવાર શરૂ થઈ જશે – બિલકુલ મફત!

મહત્વની બાબતો

કાર્ડ વગર પણ સારવાર મળે છે, પણ મોબાઇલ નંબર કે આધાર જરૂરી છે.

જો મોબાઇલ નંબર બદલાઈ ગયો હોય તો પહેલાં નજીકના CSC કેન્દ્ર પર જઈને નંબર અપડેટ કરાવો.

ડુપ્લિકેટ કાર્ડ પણ ઓનલાઇન મળે છે: https://pmjay.gov.in અથવા 14555 પર કૉલ કરો.

આયુષ્માન કાર્ડ ખોવાઈ જવું કોઈ મોટી સમસ્યા નથી. તમારી ₹5 લાખની સારવારનો અધિકાર હજુ પણ સુરક્ષિત છે. બસ, ઇમર્જન્સીમાં સીધા હોસ્પિટલ જાઓ અને આયુષ્માન મિત્રને મળો – બાકીનું બધું તેઓ સંભાળી લેશે! આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડો જેથી કોઈ ગભરાઈને પૈસા ન આપવા પડે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now