Home International Will Hafiz Saeed Also Be Brought To India After Tahawwur Rana India Is Looking For These 26 11 Terrorists

હવે હાફિસ સઈદનો વારો : તહવ્વુર બાદ એજન્સીઓ 26/11 હુમલાના આ આતંકીઓને શોધી રહી છે

હવે હાફિસ સઈદનો વારો
Published by: OBS Bureau
Last Updated: Apr 11, 2025, 08:41 AM IST

આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે પરંતુ મુંબઈ આતંકી હુમલાનો સૌથી મોટો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ હજુ પણ પાકિસ્તાનમાં આઝાદીથી ફરે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે પાકિસ્તાન પાસે યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી સઈદને સોંપવાની માંગ કરી હતી પરંતુ પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદને બચાવવા માટે કોઈ કસર નથી છોડતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે પાકિસ્તાન પાસે યુએન દ્વારા નિયુક્ત આતંકવાદી સઈદને સોંપવાની માંગ કરી હતી. આ માટે ભારતીય અધિકારીઓએ ટાંક્યું હતું કે સઈદ મુંબઈ હુમલા સહિત આતંકવાદ સંબંધિત અનેક મામલામાં ભારતમાં વોન્ટેડ હતો.



ભારત હાફિઝના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે.



ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત સરકારે પાકિસ્તાનને સત્તાવાર રીતે આતંકવાદી હાફિઝ સઈદને ભારતને સોંપવા માટે જણાવ્યું છે. સઈદ ભારતની ઘણી એજન્સીઓની વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે. જોકે, આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાને તેને ભારતને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો.



હાફિઝ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે



મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદને પાકિસ્તાનની કોર્ટે 78 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરે છે. હાફિઝની સજા એ પાકિસ્તાન દ્વારા દુનિયાને માત્ર દેખાડો છે.



ઝકી-ઉર-રહેમાન



લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવી 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક છે. થોડા મહિના પહેલા સમાચાર સામે આવ્યા હતા કે લખવીને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા જબરદસ્તી અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાં તે પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરતો રહે છે.



મેજર ઈકબાલ



મેજર ઈકબાલ પણ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડમાંથી એક છે. હુમલા પહેલા ડેવિડ હેડલી ભારતમાં હતો ત્યારે મેજર ઈકબાલે તેને ફંડ મોકલ્યું હતું. અમેરિકી અને ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈકબાલ પાકિસ્તાનના ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટમાં સર્વિંગ ઓફિસર હતો.



અબ્દુલ રહેમાન હાશિમ સૈયદ



આતંકવાદીઓની યાદીમાં એક નામ અબ્દુલ રહેમાન હાશિમ સૈયદનું છે, જે પાશાના નામથી પ્રખ્યાત છે. તે ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ છે. તે 'કરાચી પ્રોજેક્ટ'નો હેડ છે, જે સ્થાનિક ભારતીય યુવાનોનો ઉપયોગ કરીને શ્રેણીબદ્ધ બોમ્બ હુમલાઓ કરાવે છે.



ડેવિડ હેડલી



તહવ્વુર રાણાની જેમ દાઉદ સઈદ ગિલાની ઉર્ફે ડેવિડ કોલમેન હેડલી પણ મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. બંને બાળપણના મિત્રો છે. હેડલી હાલ અમેરિકાની જેલમાં બંધ છે. તે પાકિસ્તાની-અમેરિકન નાગરિક છે. તેના પિતા પાકિસ્તાની અને માતા અમેરિકાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,