આજના ડિજિટલ યુગમાં WiFi માત્ર ઈન્ટરનેટ માટેનું સાધન નથી રહ્યું, પરંતુ તે આપણા દૈનિક જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે, ઘરેથી કામ, ઓનલાઈન અભ્યાસ અને મનોરંજન માટે WiFi જરૂરી બની ગયું છે, પરંતુ ઘણા લોકો તેને ઘરમાં ક્યાંય પણ મૂકી દે છે અને તે તેમની ઊર્જા, મનોદશા અને પ્રોડક્ટિવિટી પર કેવી અસર કરે છે તે વિશે વિચારતા નથી, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખોટી જગ્યાએ સ્થાપના ઘરમાં અસંતુલન પેદા કરી શકે છે.
WiFi અને વાસ્તુશાસ્ત્ર – કેમ મહત્વપૂર્ણ છે?
વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એક પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરે છે અને જો તે યોગ્ય જગ્યાએ ન હોય તો તે નેગેટિવ એનર્જી વધારી શકે છે, WiFi રાઉટર સતત સિગ્નલ છોડે છે જે ઘરના વાતાવરણ અને વ્યક્તિની માનસિક સ્થિતિ પર અસર કરી શકે છે.
પહેલી મોટી ભૂલ – બેડરૂમમાં WiFi રાઉટર રાખવું
ઘણા લોકો WiFi રાઉટર બેડરૂમમાં રાખે છે, ખાસ કરીને પોતાના માથા પાસે, પરંતુ આ એક મોટી ભૂલ માનવામાં આવે છે કારણ કે રાઉટરથી નીકળતા સતત સિગ્નલ ઊંઘની ગુણવત્તા પર અસર કરી શકે છે અને સવારે થાક, ચીડિયાપણું અને ફોકસમાં ઘટાડો અનુભવાય છે, તેથી WiFi રાઉટર બેડરૂમમાં રાખવાને બદલે લિવિંગ રૂમ અથવા કોમન એરિયામાં મૂકવું વધુ યોગ્ય માનવામાં આવે છે.
બીજી ભૂલ – રાઉટરને જમીન પર કે ખૂણે છુપાવવું
ઘણા લોકો ઘરનું લુક જાળવવા માટે WiFi રાઉટરને જમીન પર કે કોઈ ખૂણે છુપાવી દે છે, પરંતુ આ કારણે સિગ્નલ બ્લોક થઈ જાય છે અને ઈન્ટરનેટની ગતિ પણ ધીમી પડે છે, વાસ્તુ અનુસાર ઇલેક્ટ્રોનિક ઉપકરણોને હંમેશા ખુલ્લી અને થોડી ઊંચી જગ્યાએ રાખવા જોઈએ જેથી ઊર્જાનો પ્રવાહ સારો રહે અને નેટવર્ક પણ મજબૂત રહે.
ત્રીજી મોટી ભૂલ – કિચન અથવા પાણીની નજીક WiFi રાખવું
WiFi રાઉટર ક્યારેય કિચન અથવા પાણીના સ્ત્રોત નજીક ન રાખવો જોઈએ કારણ કે પાણી અને ઇલેક્ટ્રોનિક સિગ્નલનો સંયોગ યોગ્ય માનવામાં આવતો નથી, આથી સિગ્નલ કમજોર થઈ શકે છે અને વાસ્તુ મુજબ નેગેટિવ એનર્જી વધવાની શક્યતા રહે છે, તેથી હંમેશા રાઉટરને સૂકી અને સ્વચ્છ જગ્યાએ રાખવું જોઈએ.
WiFi માટે યોગ્ય સ્થાન શું છે?
ઘરમાં WiFi રાઉટર માટે શ્રેષ્ઠ સ્થાન એ હોય છે જ્યાંથી આખા ઘરમાં સિગ્નલ સમાન રીતે ફેલાઈ શકે, જેમ કે લિવિંગ રૂમ અથવા ઘરના મધ્ય ભાગમાં ઊંચી જગ્યાએ રાખવું, આથી ઇન્ટરનેટ સ્પીડ પણ સારી રહે છે અને ઊર્જા સંતુલન પણ જળવાઈ રહે છે.





