Home Utilities Why Is Whale Vomit Sold In Crores And Still Banned In India

આખરે શું છે એમ્બરગ્રીસ? : શા માટે તેની કિંમત કરોડોમાં? ભારતમાં કેમ પ્રતિબંધ?

આખરે શું છે એમ્બરગ્રીસ?
Published by: OBS Bureau
Last Updated: Apr 30, 2025, 06:16 PM IST

કોઈ વ્યક્તિ તમને ઉલટી કહે એટલે મોઢુ બગડી જાય. પરંતુ જો કોઈ નિષ્ણાત વ્યક્તિને વ્હેલ માછલી કહેશો એટલે તેના મોઢા પર ચમક આવી જશે. જી હા. સ્પર્મવ્હેલ માછલીની ઉલટી કુદરતની એક એવી ચમત્કારિક "ઉલટી" છે, જેની કિંમત લાખોમાં નહિ, કરોડોમાં હોય છે.



વ્હેલની 'ઉલટી' એટલે શું?

વ્હેલ જ્યારે સમુદ્રમાં રહેલી વિવિધ વસ્તુઓ ગળી જાય છે – જેમ કે સ્ક્વિડના ચૂપડા ભાગો – અને એ પચાવી શકતી નથી, ત્યારે તે તેમાંથી એક વિલક્ષણ પદાર્થ ઉત્પન્ન કરે છે,
એંબરગ્રીસ.

દેખાવ: ઘન પથ્થર જેવું, મીણ જેવી રચના
રંગ: રાખોડી, કાળો કે ભૂખરો
સુગંધ: શરૂઆતમાં તીવ્ર દુર્ગંધ, પછી મીઠી અને મીઠાસભરી સુગંધ

શું છે કિંમત પાછળનું રહસ્ય?
એંબરગ્રીસ માત્ર દુર્લભ જ નથી, પણ તેનો ઉપયોગ પણ બહુ વિશિષ્ટ ઉદ્યોગોમાં થાય છે

પરફ્યુમ ઉદ્યોગમાં:
સુગંધને લાંબા સમય સુધી રાખવા માટે એંબરગ્રીસ અમૂલ્ય ઘટક છે.

ઔષધમાં:
ખાસ કરીને જાતીય ક્ષમતા વધારતી દવાઓમાં તેનો સમાવેશ થાય છે

તમાકુ ઉત્પાદન:
સિગારેટ અને બીડીના સ્વાદ વધારવા માટે પણ તેનું મિશ્રણ કરવામાં આવે છે

ભારતમાં એંબરગ્રીસ પર પ્રતિબંધ કેમ?

વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ વ્હેલ સુરક્ષિત પ્રજાતિ છે.
એનાં કોઈપણ અંગો કે સ્ત્રાવ – જેમ કે એંબરગ્રીસનો સંગ્રહ કે વેચાણ કાયદેસર નથી.
આવા પદાર્થોના વ્યવહારમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

વિશ્વ બજારમાં અઢળક માગ

વિશ્વના પરફ્યુમ અને દવા ઉદ્યોગમાં એંબરગ્રીસની માંગ સતત વધતી રહી છે.
2020માં થાઈલેન્ડના માછીમારોને 100 કિલો જેટલી વ્હેલ વોમિટ મળી હતી, જેની કિંમત 22 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now