Home Utilities Pm Vidyalaxmi Scheme Education Loan Benefits

ગેરંટી વિના એજ્યુકેશન લોન આપતી શાનદાર સરકારી યોજના : તેજસ્વી વિદ્યાર્થીઓના સપના થશે સાકાર, જાણો આ યોજના વિશે

Pradhan Mantri Vidya Lakshmi Yojana
Published by: Aryan Shah
Last Updated: Jun 15, 2026, 06:24 AM IST

Pradhan Mantri Vidya Lakshmi Yojana : દેશના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું હવે ઘણું સરળ બની ગયું છે. ઘણીવાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એજ્યુકેશન લોન લેતા પહેલાં ઘણો વિચાર કરતા હોય છે કે જો ભણ્યા પછી સારી નોકરી ન મળી તો લોનનો હપ્તો (EMI) કેવી રીતે ચૂકવશે. આ ચિંતા અને ડરને દૂર કરવા માટે સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના 2025' શરૂ કરવામાં આવી છે. આરબીઆઈ (RBI) ના તાજેતરના આંકડા દર્શાવે છે કે બેંકોમાં શિક્ષણ લોનનો એનપીએ (NPA) 7% થી ઘટીને માત્ર 2% થઈ ગયો છે, જે દર્શાવે છે કે વિદ્યાર્થીઓ હવે સમયસર લોન પરત કરી રહ્યા છે અને બેંકો પણ ખુલ્લા મને મદદ કરી રહી છે.

ટોચની સંસ્થાઓમાં ભણવાનું સપનું થશે પૂરું

આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી દેશની સર્વશ્રેષ્ઠ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવો આસાન બન્યો છે. NIRF રેન્કિંગમાં સામેલ દેશની ટોપ 100 સંસ્થાઓ અને કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળની ટોપ 200 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને કોઈ પણ ગેરંટી કે ગેરન્ટર વગર લોન આપવામાં આવે છે. આનાથી પરિવારોને પોતાની કોઈ પણ મિલકત કે ઘર ગીરવે રાખવાની ચિંતામાંથી કાયમ માટે મુક્તિ મળી ગઈ છે.

New Aadhaar Rules: 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના આધાર કાર્ડ પર રોક: આસામ સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે કારણ

પારિવારિક આવકની મર્યાદા અને નિયમો

જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો તમારા પરિવારની વાર્ષિક આવક ₹8 લાખ સુધીની હોવી જોઈએ. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક મુશ્કેલીઓ કોઈ પણ હોંશિયાર વિદ્યાર્થીના શિક્ષણમાં અવરોધ ન બને. જો કે, ધ્યાનમાં રાખવું કે વિદ્યાર્થી પાસે અન્ય કોઈ સરકારી શિષ્યવૃત્તિ અથવા વ્યાજ માફીનો લાભ હોવો જોઈએ નહીં. આ ઉપરાંત, અભ્યાસ અધવચ્ચે છોડી દેવા પર કે શિસ્તભંગના કિસ્સામાં આ લાભ રદ થઈ શકે છે. આગળના વર્ષોમાં વ્યાજ માફી ચાલુ રાખવા માટે અભ્યાસમાં સારા માર્ક્સ લાવવા પણ એટલા જ જરૂરી છે.

ઓનલાઈન અરજી કરવાની સરળ પદ્ધતિ

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના માટે વિદ્યાર્થીઓ ઘર બેઠા જ ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. આ માટે વિદ્યાર્થીએ પીએમ વિદ્યાલક્ષ્મીની સત્તાવાર વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરી, પોતાની મનપસંદ બેંક અને શાખા પસંદ કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ખાસ વાત એ છે કે લોનની સ્થિતિ પણ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે અને લોન મંજૂર થયા પછી વ્યાજમાં છૂટ (Interest Subvention) મેળવવા માટે પણ સરળતાથી અરજી કરી શકાય છે.

આંતરજાતીય લગ્ન કરનારા દંપતી માટે કામના સમાચાર!: સરકાર આપી રહી છે રૂ.2.5 લાખની સહાય, જાણો કેવી રીતે મળશે લાભ

અરજી માટે જરૂરી મહત્વના દસ્તાવેજો

આ યોજના હેઠળ લોન મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસે કેટલાક મહત્વના દસ્તાવેજો હોવા જરૂરી છે. જેમાં ઓળખ અને સરનામાનો પુરાવો, પાન કાર્ડ (PAN), માર્કશીટ, પ્રવેશ પરીક્ષાનું પરિણામ, કોલેજનો ઓફર લેટર, ફીનું માળખું અને પરિવારનું આવક પ્રમાણપત્ર સામેલ છે. આ યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સસ્તી, સુરક્ષિત અને ઝડપી લોન મેળવવાનો રસ્તો ખોલી આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now