Home Health-lifestyle Why Dogirls Suddenly Look So Beautiful After A Breakup From Broken Hearts To Revenge Dressing

બ્રેકઅપ પછી છોકરીઓ અચાનક આટલી સુંદર કેમ દેખાવા લાગે છે? : તૂટેલા દિલથી 'રિવિંજ ડ્રેસિંગ' સુધીની સફર, સમજવા જેવો છે આ ફેરફાર પાછળનું સત્ય

બ્રેકઅપ પછી છોકરીઓ અચાનક આટલી સુંદર કેમ દેખાવા લાગે છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 06:54 AM IST

Breakup Healing: નવું હેરકટ, સ્લિટ સ્કર્ટ કે સ્ટાઇલિશ બ્લેક ટોપ... શું બ્રેકઅપ પછી તમારી એક્સ-પાર્ટનર અચાનક સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે? તેના નવા લુક, આત્મવિશ્વાસ અને સ્મિત પરથી તમારી નજર હટતી નથી? તો તમને જણાવી દઈએ કે, આ કોઈ જાદુ નથી પણ 'રિવિંજ ડ્રેસિંગ' (Revenge Dressing) પાછળનું મનોવિજ્ઞાન છે. આ બ્રેકઅપના ઊંડા દુઃખમાંથી બહાર આવવાની એક હીલિંગ પ્રોસેસ છે. જેમાં વ્યક્તિ પોતાનો મનપસંદ આઉટફિટ પહેરે છે, જેની સીધી અસર તેની વિચારવાની રીત અને લાગણીઓ પર પડે છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ કોન્સેપ્ટને **'એનક્લોથ્ડ કોગ્નિશન' (Enclothed Cognition) કહેવામાં આવે છે.

શું છે આ 'એનક્લોથ્ડ કોગ્નિશન'?

બ્રેકઅપની સૌથી વધુ અસર વ્યક્તિના આત્મવિશ્વાસ પર પડે છે. આવી સ્થિતિમાં વોર્ડરોબ (કપડાં) બદલવા એ 'કંટ્રોલ મેકેનિઝમ' તરીકે કામ કરે છે. 'એનક્લોથ્ડ કોગ્નિશન' સમજાવે છે કે આપણા કપડાંની સીધી અસર આપણા મગજ અને વર્તન પર પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ બ્રેકઅપ પછી દુઃખી થવાને બદલે સ્ટાઇલિશ કપડાં પહેરે છે, ત્યારે મગજ 'વિક્ટિમ મોડ' (પીડિત માનસિકતા) માંથી બહાર આવીને 'પાવર મોડ' માં આવી જાય છે. પરિણામે વ્યક્તિ વધુ કોન્ફિડન્ટ અને આકર્ષક અનુભવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, બહારથી સારા દેખાવવાથી તમે અંદરથી પણ ખુશ અનુભવવા લાગો છો.

1994માં પ્રિન્સેસ ડાયનાનું 'રિવિંજ ડ્રેસિંગ'

રિવિંજ ડ્રેસિંગનું સૌથી ક્લાસિક ઉદાહરણ 1994માં બ્રિટનના પ્રિન્સેસ ડાયનાએ આપ્યું હતું. જ્યારે તેમના પતિ પ્રિન્સ ચાર્લ્સે એક ટીવી ઈન્ટરવ્યુમાં પોતાના અફેરનો સ્વીકાર કર્યો, તે જ રાત્રે ડાયનાએ એક અત્યંત બોલ્ડ 'ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસ' પહેર્યો હતો. આટલા મોટા આઘાત છતાં તેઓ અત્યંત મજબૂત અને આત્મવિશ્વાસુ જણાતા હતા. ત્યારથી આ આઇકોનિક ડ્રેસને 'રિવિંજ ડ્રેસ' તરીકે ઓળખવામાં આવે છે.

'રિવિંજ ડ્રેસિંગ' કેવી રીતે કરે છે હીલિંગ?

રિવિંજ ડ્રેસિંગ માત્ર બીજાને બતાવવા માટે નથી, પણ પોતાની જાતને સંભાળવા માટે હોય છે. તેની પાછળ કેટલાક વૈજ્ઞાનિક કારણો છે. જ્યારે તમે સારા દેખાઓ છો, ત્યારે તમને અહેસાસ થાય છે કે તમારી વેલ્યુ કોઈ સંબંધ પૂરો થવાથી ઓછી થઈ નથી. સંશોધન મુજબ, જ્યારે આપણે અરીસામાં પોતાને પસંદ કરવા લાગીએ છીએ, ત્યારે શરીરમાં ડોપામાઈન (હેપ્પી હોર્મોન) રિલીઝ થાય છે અને સ્ટ્રેસ હોર્મોન (કોર્ટિસોલ) ઘટે છે. નવું હેરકટ કે નવી સ્ટાઈલ એ જૂના દર્દ અને યાદોને પાછળ છોડીને માનસિક રીતે આગળ વધવાની એક રીત છે. આ કોઈ દેખાવો નથી, પણ પોતાની જાતને પ્રેમ કરવાની પ્રક્રિયા છે. આના દ્વારા વ્યક્તિ સમાજ અને પોતે પોતાને સંદેશ આપે છે કે તે તૂટ્યો નથી અને નવા સાહસ સાથે દુનિયાનો સામનો કરવા તૈયાર છે.

Disclaimer: આ માહિતી માત્ર જાગૃતિ લાવવાના હેતુથી લખવામાં આવી છે. આમાં સામાન્ય જાણકારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય કે સ્કિન સંબંધિત કોઈપણ ફેરફાર કરતા પહેલા નિષ્ણાત કે ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now