Home Sports Why Did The Umpire Stop The Match Almost 2hours Before The Match Team India May Face A Big Setback

ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો : મેચ શરૂ થવાના લગભગ 2 કલાક પહેલા અમ્પાયરે કેમ રોકી દીધી મેચ?

ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 07:54 AM IST

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ઓવલ ખાતે રમાઈ રહી છે. 3 ઓગસ્ટના રોજ મેચનો ચોથો દિવસ હતો. પરંતુ અચાનક અમ્પાયરે રમત અટકાવી દીધી. ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રન બનાવવાના હતા, જ્યારે ભારતને જીતવા માટે 4 વિકેટ લેવાની હતી.

પ્રસિદ્ધિ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડના બેટ્સમેન પર દબાણ બનાવ્યું હતું. આખી ઇંગ્લેન્ડ ટીમ દબાણમાં હતી. પરંતુ આ દરમિયાન હવામાન ખરાબ થઈ જાય છે અને અમ્પાયરોએ નબળા પ્રકાશને કારણે રમત અટકાવી દીધી હતી.

આ પછી વરસાદ શરૂ થાય છે અને પછી થોડા સમય પછી ચોથા દિવસની રમત સમાપ્ત થાય છે. જ્યારે મેચ ચોથા દિવસે સમાપ્ત થવાની તૈયારીમાં હતી, ત્યારે હવે મેચ પાંચમા દિવસે પહોંચી ગઈ છે. ભારતને જીતવા માટે 4 વિકેટ ગુમાવવી પડશે, જ્યારે ઇંગ્લેન્ડને 35 રન બનાવવા પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now