Home International Who Is Rajni Srinivasan Studying In Columbia University Why Did Trump Administration Revoke Her Visa Hamas Palestine

શા માટે ભારતીય વિદ્યાર્થિનીનીના US વિઝા થયા રદ? : હમાસનું કનેક્શન આવ્યું સામે

શા માટે ભારતીય વિદ્યાર્થિનીનીના US વિઝા થયા રદ?
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2025, 06:37 AM IST

અમેરિકામાં ટ્રમ્પ વહિવટી તંત્રએ પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા વિદેશીઓને દેશનિકાલ કરવાની ઝુંબેશને વધુ તીવ્ર બનાવી છે. અને આ જ કારણ છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ હમાસના સમર્થનમાં વિરોધ કરી રહેલા વિદેશી લોકો અને વિદ્યાર્થીઓના વિઝા સતત રદ કરી રહ્યું છે, પરંતુ આ બધામાં ભારતીય વિદ્યાર્થી રજની શ્રીનિવાસન શા માટે સમાચારોમાં અને ચર્ચાનો વિષય બની છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ)એ કહ્યું છે કે કોલંબિયા યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થી રજની શ્રીનિવાસનનો વિઝા 5 માર્ચ, 2025ના રોજ રદ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વિદ્યાર્થીએ 11 માર્ચ, 2025ના રોજ સીબીપી હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાંથી નીકળી હતી. રજની એફ 1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવી હતી પરંતુ હમાસના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ હતી, એમ વિભાગે જણાવ્યું હતું.

હમાસ સમર્થન પ્રવૃત્તિઓમાં સામેલ
ડીએચએસ અનુસાર, તે હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. જોકે, અધિકારીઓએ એ નથી જણાવ્યું કે તેમની પાસે કયા પુરાવા છે કે રજની વિરોધ પ્રદર્શનમાં સામેલ હતી. રજનીના દેશનિકાલ પછી વિભાગે તેનો એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે પોતાની બેગ લઈ જતી જોવા મળી રહી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ