Home Sports Who Is Mallika Sagar Who Handles The Player Auction In Ipl

IPL માં ખેલાડીઓનું ઓક્શન કરાવનાર મલ્લિકા સાગર કોણ? : જેના હાથમાં હશે IPL 2026ના ઓક્શનનું હેમર

IPL માં ખેલાડીઓનું ઓક્શન કરાવનાર મલ્લિકા સાગર કોણ?
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 08:14 AM IST

IPL Auctioneer: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની હરાજી ફરી એક વખત ક્રિકેટપ્રેમીઓ માટે ચર્ચાનો વિષય બની છે. આ વર્ષે કુલ 369 ખેલાડીઓ હરાજીમાં સામેલ છે, જેમના ભવિષ્યનો નિર્ણય 10 ફ્રેન્ચાઇઝીઓ કરશે. આ હરાજીમાં ખેલાડીઓના નામ બોલીને કરોડોની બોલી શરૂ કરનાર વ્યક્તિ ફરી એકવાર એક મહિલા હશે. આ જવાબદારી સંભાળશે મલ્લિકા સાગર, જે IPLની પ્રથમ મહિલા ઑક્શનર છે. IPL 2026ના ઑક્શન હોલમાં મલ્લિકા સાગર સતત ત્રીજી વખત આ ભૂમિકામાં જોવા મળશે. તેઓ અગાઉ IPL 2024 અને IPL 2025ની હરાજીમાં પણ સફળતાપૂર્વક ઑક્શનર રહી ચૂકી છે. 369 ખેલાડીઓમાંથી 350 નામ પહેલેથી જ ફાઇનલ હતા, જ્યારે 19 ખેલાડીઓ બાદમાં યાદીમાં જોડાયા છે. આ તમામ ખેલાડીઓ માટે બોલી લગાવવાની જવાબદારી મલ્લિકા સાગર પર રહેશે.

મલ્લિકા સાગરની કુલ નેટવર્થ 125 કરોડ રૂપિયાથી વધુ

મલ્લિકા સાગર માત્ર IPL જ નહીં પરંતુ વુમન્સ પ્રીમિયર લીગ (WPL) અને પ્રો કબડ્ડી લીગમાં પણ ઑક્શનર તરીકે ઈતિહાસ રચી ચૂકી છે. આ બંને લીગમાં પણ તેઓ પ્રથમ મહિલા ઑક્શનર રહી છે. રમતગમતની દુનિયામાં મહિલાઓ માટે તેમણે એક નવો માર્ગ ખોલ્યો છે. માત્ર 26 વર્ષની ઉંમરે મલ્લિકા સાગર ન્યૂયોર્કની વિશ્વપ્રસિદ્ધ ઑક્શન હાઉસ ક્રિસ્ટીઝ માટે ઑક્શન કરનાર પ્રથમ મહિલા બની હતી. તેમનું શિક્ષણ મુંબઈ અને અમેરિકા (USA)માં પૂર્ણ થયું છે. તેઓ એક બિઝનેસમેન પરિવારથી આવે છે અને બાળપણથી જ રમતગમતમાં ઊંડો રસ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલ્લિકા સાગરની કુલ નેટવર્થ 125 કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત ઑક્શનિંગ છે. આ ઉપરાંત તેઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓથી પણ સારી કમાણી કરે છે.

મિની ઑક્શન માટે કુલ 77 સ્લોટ ખાલી

આ વર્ષની મીની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સૌથી મોટા પર્સ સાથે આવી રહી છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પણ મજબૂત સ્થિતિમાં છે. ખેલાડીઓમાં વેંકટેશ અય્યર, કેમેરોન ગ્રીન જેવા નામો પર મોટી બોલી લાગવાની અપેક્ષા છે. મલ્લિકા સાગરની હથોડી હેઠળ આ ઓક્શન રોમાંચક બનશે તે નિશ્ચિત છે. IPL 2026ના મિની ઑક્શન માટે કુલ 77 સ્લોટ ખાલી છે, જેમાંથી અનેક ખેલાડીઓની કિસ્મત કરોડોની બોલી પર નિર્ભર રહેશે. આ તમામ પ્રક્રિયા દરમિયાન મલ્લિકા સાગરનો આત્મવિશ્વાસ, સ્પષ્ટ અવાજ અને પ્રોફેશનલ અંદાજ ફરી એકવાર ચર્ચામાં રહેશે. નિઃસંદેહ, મલ્લિકા સાગર આજે માત્ર એક ઑક્શનર નહીં પરંતુ રમતગમતની દુનિયામાં મહિલાઓ માટે પ્રેરણાનું પ્રતિક બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now