Home International Who Is Arbel Yehud At The Centre Of Israel Hamas Ceasefire Dispute

એક યુવતી માટે ઈઝરાયેલ-હમાસ ફરી આમને સામને : કોણ છે આ યુવતી?

એક યુવતી માટે ઈઝરાયેલ-હમાસ ફરી આમને સામને
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 07:28 AM IST

ઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝ ફાયરનો પ્રથમ તબક્કો શનિવાર સુધી શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો ત્યારે તેમાં એક અવરોધ ઉભો થયો છે. એક યુવતીના કારણે પરિસ્થિતિ બદલાઈ. આ યુવતીનું નામ અરબેલ યેહુદ છે.


અરબેલ યેહુદ એક ઇઝરાયેલી નાગરિક છે, જે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા અપહરણ કરાયેલા બંધકોમાંથી એક છે. ગાઝામાં સીઝફાયર અંતર્ગત, હમાસ આ બંધકોને અલગ બેચમાં મુક્ત કરી રહ્યું છે, તેના બદલામાં ઇઝરાયેલ પણ કેદીઓને મુક્ત કરી રહ્યું છે. આ વચ્ચે ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

ઈઝરાયેલે કહ્યું કે શનિવારે મુક્ત કરાયેલા બંધકોમાં અરબેલ યેહુદ હોવી જોઈએ. જવાબમાં, ઇઝરાયેલે સીઝફાયર કરાર હેઠળ ગાઝાના લોકોને તેમના ઘરે પાછા જવાની મંજૂરી આપવાની પ્રક્રિયા બંધ કરી દીધી. બીજી તરફ હમાસનું કહેવું છે કે અરબેલ યેહુદ જીવિત છે અને તેને આગામી બેચમાં મુક્ત કરવામાં આવશે. ઉલટાનું હમાસે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો હતો. હમાસનું કહેવું છે કે ઈઝરાયેલ કેદીઓને મુક્ત કરવામાં પણ વિલંબ કરી રહ્યું છે.


અરબેલ યહુદ કોણ છે?
અરબેલ યેહુદ સોફ્ટવેર કંપની 'ગ્રુવ ટેક'માં ગાઈડ તરીકે કામ કરતી હતી. આ કંપનીનું દક્ષિણ ઈઝરાયેલમાં કેન્દ્ર છે, જ્યાં અવકાશ સંશોધન અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રો પર કામ કરવામાં આવે છે. આર્બેલ અગાઉ કોમ્યુનિટી એજ્યુકેશન સિસ્ટમમાં કામ કરતી હતી. 2023ના હુમલા પહેલા તે દક્ષિણ અમેરિકાથી પરત આવી હતી. હુમલાના દિવસે તે પેલેસ્ટાઈનને અડીને આવેલા તેના ગામ નીર ઓઝમાં હતી.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક