Home Entertainment Who Did Ashnoor Kaur Take Advice From Before Entering Bigg Boss 19

Bigg Boss 19 માં પ્રવેશતા પહેલા Ashnoor Kaur એ કોની પાસેથી લીધી સલાહ? : એક ઇન્ટરવ્યુમાં ખોલ્યું રહસ્ય

Bigg Boss 19 માં પ્રવેશતા પહેલા Ashnoor Kaur એ કોની પાસેથી લીધી સલાહ?
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 07:55 AM IST

Ashnoor Kaur Bigg Boss 19: સલમાન ખાનનો રિયાલિટી શો Bigg Boss 19 નો ગઈકાલે રાત્રે શરૂ થયો. ટીવી સ્ટાર્સથી લઈને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સુધી, બધાએ શોમાં એન્ટ્રી કરી. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી Ashnoor Kaur પણ બિગ બોસના ઘરમાં પ્રવેશ કરનારી પહેલી સ્પર્ધક બની. તે આ વખતે બિગ બોસની સૌથી નાની સ્પર્ધક છે. બીબી હાઉસમાં પ્રવેશ્યા પછી, Ashnoor નો લેટેસ્ટ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, તે કહી રહી છે કે, શોમાં આવતા પહેલા તેને કોણે સલાહ આપી હતી. અને જાણો અભિનેત્રીએ ઇન્ટરવ્યુમાં શું કહ્યું?

હિના ખાને અશ્નૂરને સલાહ આપી

એક વાયરલ ઇન્ટરવ્યુમાં, અશ્નૂર કૌર બિગ બોસ 19 વિશે અપડેટ્સ આપી રહી છે. તેમાં અશ્નૂર કૌર એ કહ્યું કે, ઘરના સ્પર્ધકો મારી ઉંમરને લઈને મને હળવાશથી લેવાનો પ્રયાસ કરશે પરંતુ, તે સમય દરમિયાન તેઓ ખોટા સાબિત થશે, કારણ કે હું મારી ઉંમર કરતા ઘણી વધુ મેચ્યોર છું. અશ્નૂર કૌરની સાથે કામ કરતી પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન વિશે પણ વાત કરી.

હિના ખાને શું કહ્યું?

અશ્નૂરે હિના વિશે વાત કરતા કહ્યું, 'જ્યારે તેમને ખબર પડી કે હું બિગ બોસમાં જઈ રહી છું, ત્યારે તેણે મને ફોન કર્યો અને મળવા કહ્યું. આ પછી, તેમણે મને સલાહ આપી કે, તમારે ઘરમાં તમારું વાસ્તવિક વ્યક્તિત્વ બતાવવું પડશે. તમે જેવા છો તેવા જ રહો. તેમણે મને એક મોટી બહેનની જેમ સલાહ આપી.' અશ્નૂરે આગળ કહ્યું કે, હિનાએ એમ પણ કહ્યું કે જો તમને લાગે કે તમે સાચા છો અને બીજા બધા તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તમારી વાત પર મક્કમ રહો.

હિના બિગ બોસ 11 માં જોવા મળી હતી

તમને જણાવી દઈએ કે, હિના ખાન બિગ બોસ સીઝન 11 ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. હિનાએ તેની સીઝનમાં રાણીની જેમ ભૂમિકા ભજવી હતી. શિલ્પા શિંદે ભલે તે સીઝનની વિજેતા બની હતી, પરંતુ હિનાએ દર્શકોના દિલ જીતી લીધા હતા. હિનાએ અશ્નૂર સાથે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' સીરિયલમાં કામ કર્યું છે અને બંને વાસ્તવિક જીવનમાં પણ ખૂબ નજીક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now