Home Sports Who Are The Top 10 Players Who Have Taken The Most Wickets In The History Of Asia Cup

Asia Cup ના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 10 ખેલાડીઓ કોણ? : ટોપ 10 માં કેટલા ભારતીય બોલર સામેલ?

Asia Cup ના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 10 ખેલાડીઓ કોણ?
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 06:42 AM IST

Asia Cup માં સૌથી વિકેટ

એશિયા કપ 2025ની શરૂઆતમાં હવે માત્ર એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ આ વખતે એશિયા કપ ODI ને બદલે T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટ માટે બધી ટીમો તૈયાર છે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેર કરવાની બાકી છે. આ ટુર્નામેન્ટમાં, જ્યારે બેટ્સમેન ઘણા રન બનાવે છે, ત્યારે બોલરો પણ ઘણી વિકેટ લેતા હોય છે. એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની ટોપની 10 યાદીમાં બે ભારતીય ખેલાડીનો સમાવેશ થાય છે.

1-મુથૈયા મુરલીધરનએશિયા કપમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરન સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં પ્રથમ ક્રમે છે. મુરલીધરને 24 મેચમાં 30 વિકેટ લીધી છે.

2-લસિથ મલિંગાઆ યાદીમાં બીજા ક્રમે શ્રીલંકાના અન્ય દિગ્ગજ બોલર લસિથ મલિંગા છે. મલિંગાએ એશિયા કપમાં માત્ર 14 મેચમાં 29 વિકેટ ઝડપી છે.

3-અજંતા મેન્ડિસઅજંતા મેન્ડિસ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં ત્રીજા ક્રમે છે. મેન્ડિસે માત્ર આઠ મેચમાં 26 વિકેટ લીધી છે.

4-સઈદ અજમલપાકિસ્તાનનો સઈદ અજમલ એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીમાં ચોથો ક્રમે છે. પાકિસ્તાનના આ ખેલાડીએ 12 મેચમાં 25 વિકેટ ઝડપી છે.

5-રવિન્દ્ર જાડેજાએશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું નામ પાંચમા ક્રમ પર છે. જાડેજાએ અત્યાર સુધી 20 મેચમાં 25 વિકેટ લીધી છે.

6-ચામિંડા વાસચામિંડા વાસે એશિયા કપમાં 19 મેચમાં 23 વિકેટ લીધી છે, જેમાં શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ 639 રન આપ્યા છે.

7-ઈરફાન પઠાણઆ યાદીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ પણ છે. આ ભારતીય ખેલાડીએ 2004થી 2012 દરમિયાન એશિયા કપમાં 12 મેચમાં 22 વિકેટ ઝડપી છે.

8-સનથ જયસૂર્યાઆ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી સનથ જયસૂર્યાનું નામ પણ છે. જયસૂર્યાએ 25 મેચમાં 22 વિકેટ ઝડપી છે.

9-અબ્દુર રઝાકઆ ટોપ 10 લિસ્ટમાં બાંગ્લાદેશના બે ખેલાડીઓ સામેલ છે. અબ્દુર રઝાક સૌથી વધુ વિકેટ લેવામાં નવમા ક્રમે છે. આ ખેલાડીએ 18 મેચમાં 22 વિકેટ ઝડપી છે.

10-શાકિબ અલ હસન

આ યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન 10મો બોલર છે. શાકિબે 18 મેચમાં 22 વિકેટ લીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now