Home International Who Are The 11 Youths Who Lost Their Lives In Bengaluru Stampade Deputy Cmcried On Mentioning Them

Bengaluru Stampadeમાં જીવ ગુમાવનારા 11 યુવાનો કોણ? : જેમનો ઉલ્લેખ કરતાં રડી પડ્યા ડેપ્યૂટી CM

Bengaluru Stampadeમાં જીવ ગુમાવનારા 11 યુવાનો કોણ?
Published by: OBS Bureau
Last Updated: Jun 05, 2025, 03:52 PM IST

Stampede Bengaluru Chinnaswamy Stadium Latest update : બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની IPL જીતની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમ શોકમાં ફેરવાઈ ગયો જ્યારે મોટી સંખ્યામાં સમર્થકો વચ્ચે ભાગદોડ મચી ગઈ, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા અને 47 ઘાયલ થયા. હકીકતમાં RCBના આયોજન સ્થળ વિશે ખોટી વાતો ફેલાતા ચાહકો બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ઝાડ, દિવાલો અને દરવાજા પર ચઢી ગયા. લગભગ 700 સમર્થકોએ બળજબરીથી ગેટ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે નાસભાગ મચી ગઈ. પીડિતોમાં વિવિધ જિલ્લાઓના કિશોરો અને યુવાનોનો સમાવેશ થાય છે.



જીવ ગુમાવનારા લોકોની યાદી
ભાગદોડમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ કિશોરો અને 20 થી 35 વર્ષની વયના છ લોકોનો સમાવેશ થાય છે. પીડિતોની ઓળખ પૂર્ણ ચંદ્ર (26), દિવ્યાંશી (13), પ્રજ્વલ (20), ચિન્મયી શેટ્ટી (19), શિવ લિંગા સ્વામી, ભૂમિકા (20), સહના (19), શ્રવણ (20), દેવી (29), મનોજ કુમાર (33) અને અક્ષતા (27) તરીકે થઈ છે.

સિવિલ એન્જિનિયર પૂર્ણા ચંદ્ર
ભાગદોડનો ભોગ બનેલા લોકોમાં પૂર્ણા ચંદ્ર પણ હતા, જે મૈસુરની એક ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો. 26 વર્ષીય પૂર્ણા ચંદ્ર માંડ્યા જિલ્લાના રાજસમુદ્ર વિસ્તારનો રહેવાસી હતો. તે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી ચાહકોના સ્વાગતમાં હાજરી આપવા આવ્યો હતો અને ભાગદોડનો ભોગ બન્યો હતો.

વિરાટ કોહલીની ચાહક દિવ્યાંશી
વિરાટ કોહલીની ચાહક આંધ્રપ્રદેશની 13 વર્ષીય દિવ્યાંશી, જે તેના પ્રિય ક્રિકેટરની એક ઝલક જોવા માટે બેંગલુરુ આવી હતી, તેનું ચિન્નાસ્વામી સ્ટેડિયમના પ્રવેશદ્વાર પાસે ગૂંગળામણ અને માથામાં ઈજા થવાથી મૃત્યુ થયું. તેના મૃતદેહને આજે અંતિમ સંસ્કાર માટે આંધ્રપ્રદેશ પરત લઈ જવામાં આવશે.

પ્રજ્જવલ ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો હોવાનું કહીને આવ્યો હતો
ચિન્તામણિનો રહેવાસી 20 વર્ષીય પ્રજ્જવલ, જે ખાનગી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળ્યો હતો, તે પણ મૃત્યુ પામેલા લોકોમાંનો એક છે. તેણે પોતાના પરિવારને કહ્યું હતું કે તે નોકરીના ઇન્ટરવ્યૂ માટે બેંગલુરુ જઈ રહ્યો છે, પરંતુ તેના બદલે તે કાર્યક્રમમાં હાજરી આપવા ગયો.

એન્જિનિયરિંગની વિદ્યાર્થીની ચિન્મયી શેટ્ટી
ભારતનાટ્યમ નૃત્યાંગના ચિન્મયી શેટ્ટીને ક્રિકેટમાં રસ નહોતો. તેના મિત્રના આગ્રહથી તે RCBની જીતની ઉજવણી કરવા માટે તેની સાથે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગઈ હતી. દુઃખદ વાત એ છે કે તે ક્યારેય પાછી ફરી નહીં. 19 વર્ષની ચિન્મયી શેટ્ટી એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી.

ટીસી લેવા માટે બહાર ગયા અને સ્ટેડિયમ પહોંચ્યા શિવ લિંગ સ્વામી
ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા પછી શિવ લિંગ સ્વામી PUC માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે તેમના ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે શાળા છોડી ગયા હતા. મૂળ યાદગીર જિલ્લાના રહેવાસી શિવ લિંગ સ્વામી પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડનો ભોગ બન્યા હતા.



ભાગદોડનું એક કારણ આ પણ
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડનું એક કારણ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું. તેમના મતે જ્યારે સમાચાર એજન્સી પીટીઆઈ તરફથી વિજય પરેડ રદ કરવાની અને સ્ટેડિયમમાં ભેગા થવાની માહિતી મળી, ત્યારે 600-700 લોકોએ દરવાજા તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, જેના કારણે નાસભાગ મચી ગઈ. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમામ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસનો પણ આદેશ આપ્યો.

કેમેરા સામે રડી પડ્યા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર મીડિયાને સંબોધન કરતી વખતે ભાગદોડમાં માર્યા ગયેલા લોકોનો ઉલ્લેખ કરતા કેમેરા સામે રડી પડ્યા. ભાવુક થયેલા શિવકુમારે ગુરુવારે મીડિયાને કહ્યું, "મને બાળકોની ચિંતા છે, મેં તેમને 15 વર્ષની ઉંમરે જોયા હતા. મેં મારી પોતાની આંખોથી ઓછામાં ઓછા 10 લોકોને મરતા જોયા છે. કોઈ પણ પરિવાર આ ઘટના ભૂલી શકે નહીં."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video