Skoda Kodiaq Facelift or New Renault Duster : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ સ્કોડાએ તેની લોકપ્રિય SUV કુશાકનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે, જેનું સીધું કોમ્પિટિશન Renault ની નવી Duster સાથે થઈ રહ્યું છે. Renault Duster એ હાલમાં જ ભારતમાં કમબેક કર્યું છે, જેના કારણે આ બંને કાર વચ્ચેનું કોમ્પિટિશન વધુ રસપ્રદ બન્યું છે. જો તમે પણ આ બે પાવરફૂલ કાર વચ્ચે મુંઝવણમાં છો, તો આ આર્ટિક્લ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.
એન્જિન અને પાવર
સ્કોડા કુશાક ફેસલિફ્ટ તેના જૂના અને વિશ્વાસુ એન્જિન ઓપ્શન સાથે આવે છે, જેમાં 1.0-લિટર અને 1.5-લિટર ટર્બો-પેટ્રોલનો સમાવેશ થાય છે. બીજી તરફ, રેનો ડસ્ટર એન્જિનના મામલે થોડી વધુ વિવિધતા પ્રદાન કરે છે. ડસ્ટરનું 1.3-લિટર ટર્બો એન્જિન 160bhp પાવર જનરેટ કરે છે, જે કુશાક ફેસલિફ્ટ કરતાં થોડું વધારે પાવર જનરેટ કરે છે. આ બંને કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક એમ બંને ગિયરબોક્સના ઓપ્શન મળે છે.
મોડર્ન ફીચર્સ
ફીચર્સની વાત કરીએ તો રેનો ડસ્ટર અહીં પણ થોડી આગળ છે. ડસ્ટરમાં 10.1-ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચનું ડિજિટલ ક્લસ્ટર, વેન્ટિલેટેડ સીટ્સ અને પાવર્ડ ટેલગેટ જેવા મોડર્ન ફીચર્સ છે. સ્કોડા કુશાક માં પણ તમને પ્રીમિયમ એક્સપિરિયન્સ મળે છે, પરંતુ તેમાં 360-ડિગ્રી કેમેરા જેવા કેટલાક ફીચર્સનો જોવા મળતા નથી, જે ડસ્ટરમાં જોવા મળે છે.
સુરક્ષા અને સેફ્ટી
સેફટી માટે સ્કોડા કુશાકમાં 6 એરબેગ્સ સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે. જોકે, રેનો ડસ્ટર સેફટી માટે લેવલ 2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) અને 360-ડિગ્રી કેમેરા ઓફર કરે છે. કુશાક તેની મજબૂત બોડી અને બેઝિક સેફ્ટી ફીચર્સ માટે જાણીતી છે, જ્યારે ડસ્ટર હાઇ-ટેક સેફ્ટી ટેકનોલોજી પર ભાર મૂકે છે.
કિંમત અને વેરિઅન્ટ
કિંમતની દ્રષ્ટિએ રેનો ડસ્ટરની શરૂઆતની કિંમત સ્કોડા કુશાક કરતાં થોડી ઓછી છે, જે તેને બજેટ ગ્રાહકો માટે આકર્ષક બનાવે છે. નીચેના ટેબલમાં બંને કારની કિંમતની વિગત આપવામાં આવી છે.
સ્કોડા કુશાક ફેસલિફ્ટ વેરિઅન્ટ મુજબ કિંમત (લાખમાં)
વેરિઅન્ટ | 1.0 TSI MT | 1.0 TSI AT | 1.5 TSI DSG |
|---|---|---|---|
Classic+ | ₹10.69 | ₹12.69 | -- |
Signature | ₹14.59 | ₹15.59 | -- |
Sportline | ₹14.74 | ₹15.74 | -- |
Prestige | ₹16.79 | ₹17.59 | ₹18.79 |
Monte Carlo | -- | ₹17.89 | ₹18.99 |
રેનો ડસ્ટર વેરિઅન્ટ મુજબ કિંમત લિસ્ટ (લાખમાં)
ટ્રીમ | TCe 100 MT Standard Price/With R Pass | TCe 160 MT Standard Price/With R Pass | TCe 160 DCT Standard Price/With R Pass |
|---|---|---|---|
Authentic | ₹10.49/₹10.29 | - | - |
Evolution | ₹11.69/₹11.39 | ₹12.99/₹12.69 | ₹14.49/₹13.99 |
Techno | ₹13.49/₹13.19 | ₹14.49/₹14.19 | ₹15.89/₹15.49 |
Techno+ | - | ₹15.29/₹14.99 | ₹16.69/₹16.29 |
Iconic | - | ₹16.99/₹16.59 | ₹18.49/₹18.09 |





