Home Automobile Which Suv Is More Powerful Between The New Renault Duster And Tata Sierra

નવી Renault Duster અને Tata Sierra માંથી કઈ SUV છે વધુ પાવરફુલ! : બંને કાર વચ્ચે એન્જિનથી લઈને ફીચર્સ સુધીમાં કેટલો તફાવત?

નવી Renault Duster અને Tata Sierra માંથી કઈ SUV છે વધુ પાવરફુલ!
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 06:30 AM IST

Renault Duster and Tata Sierra : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ફરી એકવાર જૂની યાદો તાજી થઈ રહી છે. Renault એ તેની સૌથી લોકપ્રિય SUVs Duster એ નવા લુકમાં એન્ટ્રી કરી છે. Renault Duster નું સીધું કોમ્પિટિશન Tata Motors ની આઇકોનિક Tata Sierra સાથે થવાની છે. આ બંને કાર લાંબા સમય પછી નવા ફીચર્સ અને લુક સાથે માર્કેટમાં પરત ફરી છે, જેને કારણે કાર પ્રેમીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. Tata Sierra અને Renault Duster વચ્ચે સાઇઝ, જગ્યા એન્જિન અને કિંમતનો તફાવત જાણો.

કદ અને જગ્યા (Dimensions)

ડિઝાઇન અને સાઇઝની વાત કરીએ તો બંને કાર એકબીજાને સિમિલર જ છે.

Renault Duster : ડસ્ટરની લંબાઈ 4,346mm અને ઊંચાઈ 1,703mm છે. આ કારમાં 700 લિટરની વિશાળ બૂટ સ્પેસ છે, જે લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 212mm છે.

Tata Sierra : સિએરાની લંબાઈ 4,340mm અને ઊંચાઈ 1,715mm છે. તેનો વ્હીલબેઝ (2,730mm) ડસ્ટર કરતા મોટો છે, જે કેબિનમાં વધુ જગ્યા આપે છે. જોકે, સિએરા માં 622 લિટરની બૂટ સ્પેસ મળે છે.

એન્જિન અને પરફોર્મન્સ

એન્જિનની બાબતમાં ડસ્ટર થોડી મજબૂત છે:

Renault Duster : ડસ્ટરમાં નવું Turbo TCe 160 GDi એન્જિન છે, જે 163ps પાવર અને 280nm ટોર્ક જનરેટ કરે છે. ડસ્ટરમાં Eco, Comfort અને Perso જેવા ડ્રાઇવિંગ મોડ્સ પણ ઉપલબ્ધ છે.

Tata Sierra : સિએરામાં 1498cc નું એન્જિન છે, જે 105bhp પાવર અને 145nm ટોર્ક આપે છે. તે રોજિંદા શહેરના ડ્રાઇવિંગ માટે વધુ અનુકૂળ છે.

ફીચર્સની સરખામણી

બંને કંપનીઓએ પોતાની કારને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ કરી છે:

Tata Sierra : આ સેગમેન્ટની પહેલી કાર છે, જેમાં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ (ઇન્ફોટેનમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પેસેન્જર ડિસ્પ્લે) મળે છે. સાથે જ ડોલ્બી એટમોસ સાઉન્ડ અને પેનોરેમિક સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ છે.

Renault Duster : ડસ્ટરનું ઇન્ટિરિયર ફાઇટર જેટના કોકપીટ જેવું લાગે છે. તેમાં 10.1 ઇંચની મુખ્ય સ્ક્રીન અને સેફટી માટે ADAS તથા 60-ડિગ્રી કેમેરા જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યા છે.

કિંમત અને ઉપલબ્ધતા

કિંમતની વાત કરીએ તો, Tata Sierra ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹11.49 લાખ છે. બીજી તરફ, Renault Duster ની કિંમતો હજુ ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવી નથી. ડસ્ટરનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને માર્ચ મહિનામાં તેની કિંમતો જાહેર કરવામાં આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now