Home Automobile Which Car Is Worth Buying From Hyundai Creta And Tata Sierra Know Complete Information

Hyundai Creta અને Tata Sierra માંથી કઈ કાર ખરીદવી રહેશે યોગ્ય? : જાણો બંને SUVs ની કિંમત, ફીચર્સ અને એન્જિનની માહિતી

Hyundai Creta અને Tata Sierra માંથી કઈ કાર ખરીદવી રહેશે યોગ્ય?
Published by: OBS Bureau
| Last Updated: Feb 02, 2026, 10:59 AM IST

Creta and Sierra : Tata Motors એ નવી આધુનિક ડિઝાઇન, પ્રીમિયમ કેબિન અને ત્રણ એન્જિન ઓપ્શન સાથે Tata Sierra રજૂ કરી છે. આ કાર ભારતની સૌથી વધુ વેચાતી SUV, હ્યુન્ડાઇ ક્રેટા સાથે સીધી કોમ્પિટિશન કરે છે. તેથી, તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે, Tata Sierra અને Hyundai Creta વચ્ચે કઈ SUV વધુ સારી પસંદગી સાબિત થશે. Hyundai Creta અને Tata Sierra ની કિંમત, ફીચર્સ, એન્જિન, ડિઝાઇન અને સાઇઝના આધારે બંને SUV ની તુલના વિશે જાણો.

કઈ SUV વધુ સસ્તી છે?

Tata Sierra ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹11.49 લાખ છે, જ્યારે Hyundai Creta ની શરૂઆતની કિંમત ₹10.79 લાખ છે. Hyundai Creta કરતાં Tata Sierra લગભગ ₹70,000 મોંઘી છે, પરંતુ તેના નવા ફીચર્સ અને મોટા સાઇઝને કારણે આ કિંમત વાજબી સાબિત થઈ શકે છે. સાઇઝની દ્રષ્ટિએ, Tata Sierra Hyundai Creta કરતાં નોંધપાત્ર રીતે મોટી છે. Sierra ની ઊંચાઈ 1715mm છે, જ્યારે Creta ની ઊંચાઈ 1635mm છે. Sierra નો વ્હીલબેઝ 2730mm છે, જે Creta ના 2610mm કરતા નોંધપાત્ર રીતે લાંબો છે. વધુમાં, Sierra માં 622 લિટરની મોટી બૂટ સ્પેસ મળે છે, જ્યારે Creta 433 લિટરની બૂટ સ્પેસ આપે છે. તેવી જ રીતે, 19-ઇંચના એલોય વ્હીલ્સ સાથે, Sierra નો દેખાવ અને રોડ પ્રેઝન્સ વધુ પ્રભાવશાળી છે. જો કોઈને મોટી કેબિન અને વધુ જગ્યા જોઈતી હોય, તો Sierra આ સરખામણીમાં આગળ છે.

કઈ કારનું એન્જિન વધુ પાવરફુલ?

Tata Sierra ત્રણ એન્જિન ઓપ્શન સાથે આવે છે: 1.5-લિટર NA પેટ્રોલ, 1.5-લિટર ટર્બો TGDi પેટ્રોલ અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ. તે મેન્યુઅલ અને DCT ગિયરબોક્સ બંને ઓપ્શન સાથે આવે છે. Hyundai Creta માં 1.5-લિટર પેટ્રોલ, 1.5-લિટર ડીઝલ અને 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે CVT, 6AT અને DCT ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. બંને SUV એન્જિન ઓપ્શનની દ્રષ્ટિએ તુલનાત્મક છે, પરંતુ Sierra નું નવું TGDi એન્જિન પર્ફોમન્સની દ્રષ્ટિએ વધુ પાવરફુલ સાબિત થઈ શકે છે.

ઇન્ટિરિયર અને ફીચર્સ કેવા છે?

Sierra નું કેબિન એકદમ પ્રીમિયમ છે, જેમાં થિયેટર પ્રો ટ્રિપલ-સ્ક્રીન ડેશબોર્ડ, JBL 12-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને સોફ્ટ-ટચ મટિરિયલ્સ છે. Creta માં ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ, 10.25 ઇંચની ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને અત્યંત આરામદાયક સિટિંગ મળે છે. Sierra વધુ ટેક-લોડેડ છે, પરંતુ Creta ફિટ અને ફિનિશ, આરામ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટિરિયરમાં શ્રેષ્ઠ છે. સેફટી ફીચર્સમાં બંને SUV માં લેવલ-2 ADAS, ESP, TPMS, 360° કેમેરા અને EPB સામેલ છે. Creta સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ સાથે આવે છે, જ્યારે Sierra માં બહુવિધ એરબેગ્સ સાથે વધુ સારું બોડી સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!: સ્ટાઇલિશ લુક અને ફીચર્સ જાણીને તમને થશે આશ્ચર્ય!

Ranveer Singh ની આ પાવરફૂલ બાઇક Dhurandhar માં થઈ હિટ!

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!: એડવાન્સ ફીચર્સ અને સ્માર્ટ ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન

ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર!

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?: જાણો કઈ કારમાં છે પ્રીમિયમ ફીચર્સ અને દમદાર એન્જિન

Skoda Kushaq અને Renault Duster માંથી કઈ SUV સૌથી પાવરફૂલ?

Toyota એ લોન્ચ કરી મોસ્ટ અવેઇટેડ Land Cruiser FJ!: જાણો આ 'મિની ફોર્ચ્યુનર' ની કિંમત અને ફીચર્સ વિશે

Toyota એ લોન્ચ કરી મોસ્ટ અવેઇટેડ Land Cruiser FJ!

Maruti Suzuki Dzire CNG: ખરીદવા માટે કેટલો આવશે માસિક હપ્તો?

Maruti Suzuki Dzire CNG