Home Gujarat Which Bjp Leaders Did Nitin Patel Taunt In The Link

'માત્ર ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવી ફરવાથી કોઈ નેતા બની જતો નથી' : કડીમાં નીતિન પટેલે ભાજપના કયા નેતાઓને માર્યો ટોણો?

'માત્ર ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવી ફરવાથી કોઈ નેતા બની જતો નથી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 12:53 PM IST

Nitin Patel : મહેસાણા જિલ્લાના કડીમાં યોજાયેલા સહકારિતા સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેટલાક કાર્યકરોને ચાબખા મારી કડક સંદેશ આપ્યો હતો. સંમેલન દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે, માત્ર ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવી ફરવાથી કોઈ નેતા બની જતો નથી'

'સાચું શું છે તે બધાને ખબર છે અને હવે જનતા છેતરાતી નથી'

તેમણે કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું કે, 'ધંધા કે ગોરખધંધા કરીને ઉપરથી પાર્ટીનો દુપટ્ટો ધારણ કરવો યોગ્ય નથી અને આવી પ્રવૃત્તિઓ હવે લોકો સ્વીકારતા નથી'. નીતિન પટેલે જણાવ્યું હતું કે 'સાચું શું છે તે બધાને ખબર છે અને હવે જનતા છેતરાતી નથી'.

કડી માર્કેટયાર્ડમાં ચાલી રહેલી સહકારી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી

તેમણે કાર્યકરોને શિખામણ આપતા કહ્યું કે, 'રાજકારણમાં વિશ્વાસ, સેવા અને પ્રામાણિકતા ખૂબ જરૂરી છે. સાથે જ નીતિન પટેલે કડી માર્કેટયાર્ડમાં ચાલી રહેલી સહકારી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને ત્યાં કરવામાં આવેલી ભોજન વ્યવસ્થાને પણ વખાણી હતી'. મહેસાણાના કડીમાં આપેલા આ નિવેદનથી કાર્યકરોમાં ચર્ચા શરૂ થઈ છે અને નીતિન પટેલનો આ સંદેશ પાર્ટીના કાર્યકરો માટે ચેતવણી અને માર્ગદર્શનરૂપ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now