Home Entertainment Where Was Kareena When Saif Ali Khan Was Attacked

ક્યાં હતી બેબો? : Saif Ali Khan પર હુમલો થયો ત્યારે ક્યાં હતી કરીના? મુંબઈ પોલીસે જણાવી સચ્ચાઈ

ક્યાં હતી બેબો?
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 03:49 PM IST

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. અને તે પણ તેના ઘરમાં જ થતા અનેક સવાલો ઉઠ્યા છે. અને સૌ કોઈને સવાલ એ પણ થઈ રહ્યો છે કે, જે સમયે ઘટના બની ત્યારે કરીના કપૂર ખાન ક્યાં હતી? ગઈકાલે રાત્રે કરીનાએ સોનમ કપૂર, રિયા કપૂર અને કરિશ્મા સાથે પાર્ટી કરી હતી. જેના ફોટોસ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ જ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા હતા. જો કે, મુંબઈ પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, ઘટના બની ત્યારે કરીના સહિત સૈફ અલી ખાનનો આખો પરિવાર ઘરમાં જ હાજર હતો. કરીના પાર્ટી કર્યા બાદ રાત્રે પાછળ આવી ગઈ હતી.

પોલીસે એવી પણ માહિતી આપી છે કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને તે ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યો હતો. જોકે, તે સીડી પરથી નીચે નાસી જવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસના સંબંધમાં સૈફની નોકરાણી સાથે પણ વાત કરી છે. નોંધનીય છે કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

મહત્વની છે કે, સૈફ અલી ખાન હુમલામાં ખરાબ રીતે ઘાયલ થયો છે. હુમલાખોર તેના શરીરમાં અનેક ભાગ પર ચાકૂથી ઘા માર્યા છે. ડૉક્ટરે જણાવ્યું કે, અભિનેતાના શરીર પર અલગ અલગ છ જગ્યાઓ પર ઘા છે. ગરદન, હાથ અને પીઠ પર ઊંડા ઘા છે. મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં સૈફનો ઈલાજ ચાલી રહ્યો છે. તેની સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. હાલ તેની હાલત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now