Home Automobile When Will The 500km Range Maruti E Vitara Be Launched Know All The Information About The Car

500 KM રેંજની Maruti e-Vitara ક્યારે થશે લૉન્ચ? : જાણી લો કારની તમામ માહિતી

500 KM રેંજની Maruti e-Vitara ક્યારે થશે લૉન્ચ?
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 04:13 PM IST

મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તેની પહેલી ઇલેક્ટ્રિક SUV ઇ-વિટારા આગામી 3 સપ્ટેમ્બર 2025ના રોજ સત્તાવાર રીતે લોન્ચ થશે. ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રથમવાર જાહેર કરાયેલી આ કારનું ઉત્પાદન ગુજરાતના સુઝુકી મોટર પ્લાન્ટમાં થશે અને જાપાન તથા યુરોપ સહિત અન્ય દેશોમાં નિકાસ પણ થશે.

ડિઝાઇન અને ફીચર્સ
પ્રિમિયમ દેખાવ માટે ઇ-વિટારામાં LED હેડલાઇટ્સ, DRL, ટેલલેમ્પ, 18-ઇંચ વ્હીલ્સ અને એક્ટિવ એર વેન્ટ ગ્રિલ જેવી સુવિધાઓ હશે, જે એરોડાયનેમિક કાર્યક્ષમતામાં વધારો કરશે. પેનોરેમિક સનરૂફ, મલ્ટીકલર એમ્બિયન્ટ લાઇટિંગ, 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ (વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે) આપવામાં આવશે.

બેટરી અને રેન્જ
કંપની બે બેટરી વિકલ્પો લાવશે — 48.8kWh અને 61.1kWh. દાવા મુજબ SUV એક વખત ચાર્જ પર 500 કિમી સુધીની રેન્જ આપશે, જોકે વાસ્તવિક રેન્જ ડ્રાઇવિંગ સ્ટાઇલ અને ટ્રાફિક પર આધારિત રહેશે.

સલામતી સુવિધાઓ
સલામતી માટે ઇ-વિટારામાં 7 એરબેગ્સ, લેન કીપ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, ટાયર પ્રેશર મોનિટર, 360-ડિગ્રી કેમેરા અને ફ્રન્ટ-રીઅર પાર્કિંગ સેન્સર ઉપલબ્ધ થશે.

કિંમત
ઇ-વિટારાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 17-18 લાખ રૂપિયા હોઈ શકે છે, જ્યારે ટોપ વેરિઅન્ટની કિંમત 25 લાખ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now