Home Tech/Gadgets When Will An Iphone Expire How To Know Identify Iphone Expiry Date Check

એક વખત iPhone લીધા પછી કેટલા ચાલશે ફોન? : iPhone લેવો જરૂરી છે કે નહીં?

એક વખત iPhone લીધા પછી કેટલા ચાલશે ફોન?
Published by: OBS Bureau
Last Updated: Feb 18, 2025, 05:22 AM IST

સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જો તમારે વર્ષો સુધી ફોન ચલાવવો હોય તો તમે iPhone ખરીદી શકો છો. પરંતુ દરેકને પ્રશ્ન એ છે કે iPhone કેટલો સમય ચાલે છે? કારણ કે ભારતમાં iPhoneની કિંમત હંમેશા આકાશને આંબે છે. તેવામાં જો કોઈ વ્યક્તિ લગભગ એક લાખ રૂપિયાનો ફોન ખરીદે છે તો સવાલ એ થાય કે તેનો ફોન કેટલો ચાલશે, કારણ કે iPhoneમાં મળતી તમામ ફેસિલિટી હવે સસ્તા એન્ડ્રોઈડ ફોન્સમાં પણ આવે છે તેવામાં જો આપ iPhone ખરીદો છો તો તે કેટલો ચાલશે તે જાણવુ ખુબ જરૂરી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, લેટેસ્ટ iPhoneમાં 5 વર્ષ માટે ios અપડેટ્સ આપવામાં આવે છે.

એનો અર્થ એ છે કે તમે કોઈ પણ તકલીફ વગર 5 વર્ષ માટે iPhone વાપરી શકો છો.

કંપનીના જણાવ્યા અનુસાર, મોડેલ 7 વર્ષે બંધ થયા પછી પણ સિક્યુરિટી અપડેટ્સ આપવામાં આવે છે.

ધારો કે તમારી પાસે આઇફોન 14 છે. જો કંપની તેને 2025માં બંધ કરે છે, તો તમે તેને 2032 સુધી અપડેટ્સ મેળવવાની અપેક્ષા રાખી શકો છો.

પ્રથમ iPhone 9 જૂન, 2007ના રોજ સ્ટીવ જોબ્સે લોન્ચ કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now