ભારતમાં વોટ્સએપ યૂઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કંપનીએ વૉઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ સુવિધાને શરૂ કરી છે. તે ઓન-ડિવાઇસ પ્રોસેસિંગની મદદથી વૉઇસ મેસેજીસના ટેક્સ્ટ ટ્રાન્સક્રિપ્ટ કરે છે. આનો અર્થ એ છે કે આ સુવિધાછી વોઈસ મેસેજને ટેક્સ્ટ મેસેજમાં ફેરવીને આપશે. તે સૌપ્રથમ એન્ડ્રોઇડ યુઝર્સ માટે હતું અને હવે ટૂંક સમયમાં આઇફોન યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
ટ્રાન્સક્રિપ્ટ હિન્દીમાં પણ ઉપલબ્ધ થશે.
આ ફિચરમાં હિન્દી ભાષા હાલ ઉપ્લબ્ધ નથી. પરંતુ તે હિન્દીમાં પ્રાપ્ત વૉઇસ નોટની ટેક્સ્ટ ટ્રાન્સક્રિપ્ટ પ્રદાન કરે છે. હાલમાં અંગ્રેજી, સ્પેનિશ, પોર્ટુગીઝ અને રશિયનમાં ઉપલબ્ધ છે. વોટ્સએપનું કહેવું છે કે આ સુવિધા વપરાશકર્તાઓને તેમની વાતચીત ચાલુ રાખવાની મંજૂરી આપે છે, પછી ભલે તેઓ ક્યાં હોય અને તેઓ શું કરી રહ્યા હોય. કંપનીએ જણાવ્યું હતું કે ટ્રાન્સક્રિપ્ટ સંપૂર્ણપણે ઓન-ડિવાઈસ જનરેટ થાય છે અને વોટ્સએપ પાસે ઓડિયો અને ટેક્સ્ટની ઍક્સેસ નથી. વૉઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ વિકલ્પ પર જઈને આને એનેબલ અને ડિસેબલ કરી શકાય છે.
ઉપયોગ કેવી રીતે કરવો?
વોટ્સએપે આ સંદેશને ડિફૉલ્ટ રૂપથી ડિસેબલ કરી દિધો છે. આનો અર્થ એ છે કે યુઝર્સે તેને એનેબલ કરવું પડશે. તેના માટે આપ વોટ્સએપ સેટિંગ્સ પર જાઓ અને ચેટ્સ પર ટેપ કરો. તે પછી, ટ્રાન્સક્રાઇબ વૉઇસ મેસેજ પર ટેપ કરો અને તેને એનેબલ કરો. આ પછી, તમારે સૂચિબદ્ધ વિકલ્પ પર જવું પડશે અને તમારી ભાષા પસંદ કરવી પડશે. અંતે, સેટ અપ નાઉ અને વેઇટ ફોર વાઇ-ફાઇનો વિકલ્પ આવશે.




















