WhatsApp Tips: આજના ડિજિટલ યુગમાં WhatsApp માત્ર એક મેસેજિંગ એપ નથી, પરંતુ તે આપણા રોજિંદા જીવનની જરૂરિયાત બની ગઈ છે. સવારથી રાત સુધી આપણે ઓફિસના કામથી લઈને અંગત વાતો સુધી આ એપનો ઉપયોગ કરીએ છીએ. જોકે, મોટાભાગના યૂઝર્સ વ્હોટ્સએપનો ઉપયોગ માત્ર ચેટિંગ અને સ્ટેટસ જોવા પૂરતો જ કરે છે. શું તમે જાણો છો કે વ્હોટ્સએપમાં એવા અનેક સિક્રેટ ફીચર્સ છુપાયેલા છે જે તમારા ચેટિંગના અનુભવને પ્રોફેશનલ બનાવવાની સાથે તમારી પ્રાઈવસીને પણ મજબૂત કરી શકે છે?
ઘણીવાર આપણે ઈચ્છીએ છીએ કે કોઈનો મેસેજ વાંચી લઈએ પણ સામેવાળાને ખબર ન પડે, અથવા નંબર સેવ કર્યા વગર કોઈને મેસેજ કરવો હોય. આવી અનેક સમસ્યાઓનું સમાધાન વ્હોટ્સએપના સેટિંગ્સમાં જ છુપાયેલું છે. આજે અમે તમને કેટલીક એવી સ્માર્ટ ટ્રિક્સ જણાવીશું જે તમારા વ્હોટ્સએપ વપરાશને વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવશે.
1. બ્લૂ ટિક વગર વાંચો મેસેજ: એરપ્લેન મોડની જાદુઈ ટ્રિક
ઘણીવાર આપણે કોઈનો મેસેજ વાંચવા માંગતા હોઈએ છીએ પરંતુ સામેની વ્યક્તિને 'Read Receipt' કે બ્લૂ ટિક ન દેખાય તેની સાવચેતી રાખવી હોય છે. આ માટે એક સરળ ટ્રિક છે: જ્યારે મેસેજ આવે ત્યારે પહેલા ફોનનું એરપ્લેન મોડ (Airplane Mode) ઓન કરો. ત્યારબાદ વ્હોટ્સએપ ખોલીને મેસેજ વાંચી લો. હવે એપ બંધ કરી દો અને બેકગ્રાઉન્ડમાંથી પણ કાઢી નાખો. છેલ્લે એરપ્લેન મોડ ઓફ કરો. આ રીતે તમે મેસેજ વાંચી લીધો હશે પણ સામેવાળાને બ્લૂ ટિક નહીં દેખાય. આ ઉપરાંત સેટિંગ્સમાં 'Read Receipts' ઓફ કરવાનો કાયમી વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
2. નંબર સેવ કર્યા વગર મોકલો મેસેજ
જ્યારે કોઈ ડિલિવરી એજન્ટ કે અજાણ્યા વ્યક્તિને માત્ર એક જ વાર મેસેજ કરવો હોય ત્યારે તેમનો નંબર સેવ કરવો કંટાળાજનક લાગે છે. આ માટે તમે બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. સર્ચ બારમાં wa.me/91XXXXXXXXXX (જ્યાં X ની જગ્યાએ મોબાઈલ નંબર લખવો) ટાઈપ કરવાથી સીધી તે વ્યક્તિની ચેટ વિન્ડો ખૂલી જશે. આ ફીચર તમારી કોન્ટેક્ટ લિસ્ટને બિનજરૂરી નંબરોથી ભરાઈ જતી અટકાવે છે.
3. ચેટ લોક: તમારી અંગત વાતો રહેશે હવે એકદમ સુરક્ષિત
જો તમે તમારો ફોન મિત્રો કે પરિવાર સાથે શેર કરો છો, તો 'ચેટ લોક' ફીચર તમારા માટે વરદાન સમાન છે. તમે કોઈ પણ ચોક્કસ ચેટ પર ક્લિક કરીને તેના પ્રોફાઇલ સેટિંગમાં જઈને તેને લોક કરી શકો છો. આ લોક કરેલી ચેટ્સ એક અલગ Locked Chats સેક્શનમાં જતી રહેશે, જે માત્ર તમારા ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડીથી જ ખુલશે.
4. મલ્ટી-ડિવાઈસ સપોર્ટ અને ટેક્સ્ટ સ્ટાઇલિંગ
હવે તમે એક જ વ્હોટ્સએપ એકાઉન્ટને ચાર અલગ-અલગ ડિવાઈસ (લેપટોપ કે અન્ય ફોન) પર ચલાવી શકો છો. ખાસ વાત એ છે કે આ માટે તમારા મુખ્ય ફોનમાં ઈન્ટરનેટ ચાલુ હોવું જરૂરી નથી. આ ઉપરાંત, તમારા લખાણને આકર્ષક બનાવવા માટે તમે આ શોર્ટકટ્સ વાપરી શકો છો:
Bold: શબ્દની બંને બાજુ
*લગાવો (દા.ત.*Hello*)Italic: શબ્દની બંને બાજુ
_લગાવો (દા.ત._Hello_)Strikethrough:શબ્દની બંને બાજુ~લગાવો (દા.ત.~Hello~)





