Home Sports What Is Virat Kohlis Record In Chasing 300 Run Targets You Will Be Surprised To Know The Statistics

Virat Kohli 300+ રનના ચેસમાં કેટલો માસ્ટર! : આંકડાઓ જોઈને સમજાશે

Virat Kohli 300+ રનના ચેસમાં કેટલો માસ્ટર!
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2026, 03:00 AM IST

What is Virat Kohli's record in chasing 300+ runs: રવિવારે (11 જાન્યુઆરી) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ODI માં ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન Virat Kohli એ શાનદાર 93 રન બનાવ્યા. તે ભલે સેન્ચુરી ચૂકી ગયો હોય, પરંતુ તેને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીના શાનદાર 93 રનની મદદથી ભારતે ન્યુઝીલેન્ડના 301 રનના લક્ષ્યને ફક્ત 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ચેસ કરી લીધો. આ પ્રભાવશાળી રન ચેઝથી વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડનો ઉમેરો થયો. ભારતે ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 300 થી વધુના લક્ષ્યનો પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં, ભારતે ODI ક્રિકેટમાં કુલ 20 વખત 300 થી વધુના સ્કોરનો પીછો કર્યો છે. નોંધનીય છે કે, આ 20 સફળ રન ચેઝમાંથી 12 ત્યારે થયા છે જ્યારે વિરાટ કોહલી ટીમનો ભાગ હતો.

વિરાટ કોહલીએ 300 થી વધુ રનના ચેસમાં કેવું પર્ફોમન્સ કર્યું?

વિરાટ કોહલીએ 300 થી વધુ રનના સફળ ચેઝમાં કુલ 12 ઇનિંગ્સ રમી છે, જેમાં વિરાટ કોહલીએ શાનદાર પર્ફોમન્સ કર્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, એમ કહેવું ખોટું નહીં હોય કે, આ 12 વખત કિંગ કોહલીના શાનદાર પર્ફોમન્સને કારણે ટીમ 300 થી વધુ રનને ચેસ કરવામાં સફળ રહી છે. 300 થી વધુ રનના સફળ ચેઝમાં, વિરાટ કોહલીએ 12 ઇનિંગ્સમાં 871 બોલમાં 1071 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, વિરાટ કોહલીનો સ્ટ્રાઇક રેટ અસાધારણ છે. તેને 125.25 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. વધુમાં, તેની એવરેજ પણ નોંધપાત્ર છે. 300 થી વધુ રનના ચેસ કરવામાં, વિરાટ કોહલીએ 122.22 ની એવરેજથી રન બનાવ્યા છે, જે પોતે જ ઐતિહાસિક છે. આ સમયગાળા દરમિયાન, કિંગ કોહલીએ 2 હાફ-સેન્ચુરી અને 7 સેન્ચુરી ફટકારી છે, જે "Chase Master" તરીકેની પ્રતિષ્ઠાને યોગ્ય બનાવે છે.

બીજી ODI ક્યાં છે અને પહેલી ODI માં ટીમ ઈન્ડિયાએ કેવું પર્ફોમન્સ કર્યું?

મેચની વાત કરીએ તો, વિરાટ કોહલી પહેલી વનડેમાં સેન્ચુરી ચૂકી ગયો હતો, પરંતુ આઉટ થતાં પહેલાં, તેને 91 બોલમાં 93 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 102 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલે પણ હાફ-સેન્ચુરી ફટકારી, જ્યારે શ્રેયસ ઐય્યર હાફ-સેન્ચુરી મિસ કરી ગયો. કે. એલ રાહુલે ઉત્તમ ફિનિશિંગ ટચ આપ્યો. જ્યારે પ્રથમ ઇનિંગમાં ન્યુઝીલેન્ડના ઓપનરોએ શાનદાર બેટિંગ કરી અને ત્યારપછી ડેરિલ મિશેલની વિસ્ફોટક ઇનિંગ અંતમાં આવી. જેના કારણે સ્કોર 300 પાર પહોંચ્યો હતો. બીજી ODI આજે એટલે કે 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાવાની છે. પહેલી વનડેમાં મળેલી જીત પછી ટીમ ઈન્ડિયા હાઇ-કોન્ફિડન્સ સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ન્યુઝીલેન્ડ સિરીઝમાં કમબેક કરવાનો પ્રયત્ન કરશે. ખાસ કરીને નજર Virat Kohli પર રહેશે, કારણ કે, દમદાર ફોર્મને જોતા, રાજકોટમાં તે સેન્ચુરી સુધી પહોંચે તેવી અપેક્ષા વધી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now