Home Utilities What Is The Difference Between Registered Marriage And Court Marriage You Will Be Surprised To Know

કામના સમાચાર : રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ વચ્ચે શું છે તફાવત? જાણીને ચોંકી જશો, જરૂરી દસ્તાવેજોની માહિતી પણ જુઓ

કામના સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 09:28 AM IST

આજના ઝડપી અને કાનૂની જાગૃતિવાળા સમયમાં લોકો પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કર્યા પછી પણ ઓફિશિયલ રીતે રજિસ્ટર્ડ અથવા કોર્ટ મેરેજ કરી રહ્યા છે. તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરીને લગ્ન કરવા છતાં લોકો હવે ઓફિશિયલ રીતે નોંધાયેલા લગ્ન પણ કરી રહ્યાં છે. અગાઉ આવું ભાગ્યે જ થતું હતું, પરંતુ હવે આ ટ્રેન્ડ વધી રહ્યો છે. જો કે, આ બધામાં ઘણા લોકો રજિસ્ટર્ડ મેરેજને જ કોર્ટ મેરેજ સમજી બેસે છે. જેથી આજે અમે તમને રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ વચ્ચેનો તફાવત? તેનું મહત્વ શું છે? તે વિશે વિસ્તારથી જણાવીશું.

રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ વચ્ચેનો મુખ્ય તફાવત

ભારતમાં રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ પરંપરાગત લગ્નોથી અલગ છે. રજિસ્ટર્ડ મેરેજમાં પરંપરાગત ધાર્મિક વિધિઓ પછી લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે, જે હિંદુ મેરેજ એક્ટ અથવા અન્ય ધાર્મિક કાયદા હેઠળ થાય છે. આમાં લગ્ન પછી 60 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય છે અને તે મુખ્યત્વે સમાન ધર્મના યુગલો માટે છે. બીજી તરફ, કોર્ટ મેરેજમાં કોઈ પરંપરાગત વિધિ વગર સીધા કોર્ટમાં રજિસ્ટ્રાર સામે લગ્ન થાય છે, જે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થાય છે. અહીં અરજી પછી 30 દિવસનો નોટિસ પિરિયડ હોય છે અને તે અલગ ધર્મ, જાતિ અથવા વિદેશી યુગલો માટે આદર્શ છે. આ બંને પ્રકારના લગ્ન કાનૂની રીતે માન્ય છે અને તેમાંથી મળતું પ્રમાણપત્ર વિઝા, વારસા, બેંક લોન અને અન્ય સરકારી કામોમાં ઉપયોગી છે. રજિસ્ટર્ડ મેરેજ તમામ ધર્મના લગ્નો માટે ફરજિયાત છે, જ્યારે કોર્ટ મેરેજ વિવાદોમાં મજબૂત પુરાવા તરીકે કામ આવે છે.

આજના સમયમાં આ કેમ મહત્વપૂર્ણ બન્યા છે?

અગાઉ લોકો માત્ર ધાર્મિક વિધિઓથી લગ્નને માન્ય માનતા હતા, પરંતુ આજે કાનૂની સુરક્ષા અને અધિકારોની જાગૃતિ વધી છે. રજિસ્ટર્ડ અથવા કોર્ટ મેરેજ કરાવવાથી કાનૂની માન્યતા મળે છે, જે વિવાદોમાં પુરાવા તરીકે કામ આવે છે, જેમ કે છૂટાછેડા અથવા વારસાના કેસમાં. તે સરકારી લાભો જેમ કે પેન્શન, વીમો અને લોન માટે જરૂરી છે. અંતરધર્મ લગ્નોમાં કોર્ટ મેરેજ સરળ વિકલ્પ છે અને મહિલાઓને વારસા તથા અન્ય અધિકારોમાં મદદ મળે છે. આજે યુવાનો આને પસંદ કરે છે કારણ કે તે ઝડપી, સસ્તું અને કાનૂની રીતે મજબૂત છે.

રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ માટે જરૂરી દસ્તાવેજ

જોરજિસ્ટર્ડ મેરેજ માટે વર-વધૂની અરજી ફોર્મ, ઉંમર અને સરનામાના પુરાવા (આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર), પાસપોર્ટ સાઈઝ ફોટા, લગ્નના પુરાવા (ફોટા અથવા આમંત્રણ પત્ર), સાક્ષીઓના આઈડી અને એફિડેવિટ જરૂરી છે. ફી 100-500 રૂપિયા છે. કોર્ટ મેરેજ માટે અરજી ફોર્મ, ઉંમર-સરનામાના પુરાવા, ફોટા, અલગ-અલગ એફિડેવિટ, ત્રણ સાક્ષીઓના પુરાવા અને જો જરૂરી હોય તો છૂટાછેડા અથવા મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે. ફી 500-2000 રૂપિયા છે અને 30 દિવસનો નોટિસ પિરિયડ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now