દેશની રાજધાની દિલવાલો કી દિલ્લીમાં મતદાન થઈ ગયું છે. અને તેના પરિણામો પર સૌ કોઈની નજર છે. આ માટે એક્ઝિટ પોલ્સ પણ આવી ગયા છે. જેના પ્રમાણે ભાજપની વાપસી થતી જોવા મળી રહી છે. મેટરિઝ પ્રમાણે દિલ્લીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પરંતુ તેમાં ભાજપને નજીવી બઢત મળતી જોવા મળી રહી છે. આંકડાના પ્રમાણે 32-37 સીટ મળતી જોવા મળી રહી છે. જ્યારે ભાજપ 35-40 બેઠક મેળવી રહે છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે તમામ 70 બેઠકો માટે મતદાન થયું. દિલ્હીના લોકોએ ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી દીધું છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. પરંતુ પરિણામો આવે તે પહેલાં, વિવિધ સંસ્થાઓના એક્ઝિટ પોલના પરિણામો બહાર આવી ગયા છે. આ એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, આ વખતે દિલ્હી રાજ્યનું સિંહાસન ભાજપ પાસે જઈ રહ્યું છે. ત્રણ દાયકા પછી, ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી ફરી શકે છે. એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચોથી વખત સત્તામાં પાછા ફરવાનું તેમનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હોય તેવું લાગે છે.
ચાણક્ય સ્ટ્રેટેજીએ આગાહી કરી છે કે AAP ને 25 થી 28 બેઠકો, ભાજપને 39 થી 44 બેઠકો અને કોંગ્રેસને 2 થી 3 બેઠકો મળશે. કોંગ્રેસને પણ 2 થી 3 બેઠકો મળવાનો અંદાજ છે.પીપલ્સ પાલે કહ્યું છે કે AAP ને 10 થી 19 બેઠકો મળશે અને BJP ને 51 થી 60 બેઠકો મળશે. જ્યારે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે.પી માર્કે કહ્યું છે કે AAP ને 21 થી 31 બેઠકો મળશે. તે જ સમયે, ભાજપ 39 થી 49 બેઠકો મેળવીને બહુમતી સાથે સરકાર બનાવશે તેવી આગાહી છે. જ્યારે તેના સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસને શૂન્ય બેઠકો મળશે.






